મનોરંજન

પ્રિયંકા, અનુષ્કા અને દીપિકાના લહેંગા અને લુક કોપીને લઈને બોલી નેહા કક્કર, ટ્રોલર્સને આપ્યો જડબાતોબ જવાબ

કોપી કરતા પકડાઈ ગઈ તો નેહાનો મગજ ફાટ્યો, ટ્રોલર્સને આપ્યો જડબાતોબ જવાબ

બોલીવુડની સિંગર નેહા કક્કર અને પંજાબી સિંગર રોહનપ્રિત ગત 24 ઓક્ટોબરના રોજ દિલ્લીમાં પરિવારજનોની હાજરીમાં લગ્ન ગ્રંથિથી બંધાયા હતા. નેહા અને રોહનપ્રિતના લગ્નની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. નેહા કક્કરને લગ્નના આઉટફિટને લઈને ટ્રોલ કરવામાં આવી રહી છે. નેહા કક્કર દીપિકાથી લઈને અનુષ્કાના લગ્નના આઉટફિટ જેવા જ આઉટફિટમાં નજરે આવી હતી. હાલમાં જ નેહાએ આ બાબતે મૌન તોડ્યું છે અને ટ્રોલર્સને જડબાતોબ જવાબ આપ્યો છે.

Image source

નેહા તેના લગ્નના બધા જ ફંક્શનમાં બહુ જ ખુબસુરત નજરે આવી હતી. આ દરમિયાન તેને જે આઉટફિટ પહેર્યા હતા અને લુકને લઈને ટ્રોલ થઇ હતી. સોશિયલ મીડિયામાં ખબર આવી હતી કે, નેહાએ પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા અને દીપિકા પાદુકોણના બ્રાઇડલ લુકને કોપી કર્યો છે. જે પર નેહાએ ટ્રોલર્સને જડબાતોબ જવાબ આપ્યો છે.

Image source

નેહાએ સોશિયલ મીડિયામાં તેના લગ્નના આઉટફિટની તસ્વીર શેર કરી જણાવ્યું હતું કે, તેને સબ્યસાચીના બધા જ આઉટફિટ પહેર્યા છે. આ સાથે જ લખ્યું હતું કે, લોકો તેની જિંદગીમાં એક વાર સબ્યસાચીના આઉટફિટ પહેરવા માટે મરતા હોય છે. અમારા આ સપનાને ખુદ સબ્યસાચી દ્વારા ગિફ્ટ કરવામાં આવ્યા છે. સપના સાચા થાય છે પરંતુ તે ત્યારે જ સાચા પડે છે જયારે તમે તેના માટે મહેનત કરતા હોય. માતા રાની તમારો ખુબ-ખુબ આભાર… આભાર વાહે ગુરુજી.

Image source

નેહાએ સીધી રીતે તો નહીં પરંતુ ઈશારા-ઈશારામાં ટ્રોલર્સને જવાબ આપી દીધો હતો કે તેને કોઈ કોપી નથી કર્યું પરંતુ સબ્યસાચીએ તેને આ આઉટફિટ ગિફ્ટ કર્યા હતા. નેહાના આઉટફિટની વાત કરવામાં આવે તો નેહાનો લુક અનુષ્કા, પ્રિયંકા અને દીપિકાના લગ્નના લુકથી મેચ થતો હતો.

Image source

જણાવી દઈએ કે, નેહા કક્કર અને રોહનપ્રિત હાલમાં જ મુંબઈ પરત ફર્યા છે. હાલમાં જ નેહા  તેના પતિ રોહનપ્રિત સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. જ્યાં તે નો મેકઅપ લુકમાં અને બેહદ સિમ્પલ લુકમાં નજરે આવી હતી. વિરલ ભાયાણીએ તેના ટ્વીટર પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં મુંબઈ એરપોર્ટ પર નેહા અને રોહનપ્રિતનો પ્રેમભર્યો અંદાજ જોવા મળ્યો હતો. બંનેએ હાથ પકડેલા અને એકબીજામાં ખોવાયેલા નજરે આવ્યા હતા. આ દરમિયાન નેહા કક્કર વ્હાઇટ ક્રોપ ટોપ અને પ્લાઝોમાં નજરે આવી હતી. રોહનપ્રિત સિમ્પલ ટ્રેક પેન્ટ અને સ્વેટ શર્ટમાં નજરે આવ્યો હતો.