અરરરરર…નેહા કક્કરનો વિચિત્ર અવતાર જોઈ ચાહકોને લાગ્યો ઝાટકો, બોલ્યા- આ શું કરી લીધું.. ટ્રોલ થઇ ગંદી રીતે

7 PHOTOS જોઈને નેહાના ફેન્સને આઘાત લાગ્યો, બોલ્યા રેવા દે તારા થી ન થાય…

બોલિવૂડની સેલ્ફી ક્વીન અને ગાયિકા નેહા કક્કર હંમેશા તેની સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સ માટે વખણાતી હોય છે. તે ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળી છે અને તાજેતરમાં જ યો યો હની સિંહ સાથે રિલીઝ થયેલું તેનું ગીત ‘કાંટા લગા’ જોરદાર હિટ થયું હતું, આ ગીત પછી નેહા કક્કર હવે તેના લેટેસ્ટ લુકથી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.

નેહા કક્કર સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે. અવાર નવાર તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહેતી હોય છે. તેનો નવો અવતાર જોવામાં એટલો અજીબ હતો કે લોકો તેને મજેદાર પ્રશ્નો પૂછી રહ્યા હતા. નેહા કક્કરનો આ નવો અતરંગી અવતાર લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો હતો. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઈ ગઈ હતી. જેમાં તેનો અતરંગી અવતાર જોઇ શકાય છે.

આ લુકમાં નેહા પિંક ક્રોપ ટોપ અને ગ્રીન શોર્ટમાં જોવા મળી રહી છે. તેની સાથે નેહાએ તેના વાળમાં ગ્રે કલર કરાવ્યો છે અને તેણે માથા પર દુપટ્ટો બાંધેલો છે. તે કોઈ ‘હિપ્પી’ જેવી લાગી રહી છે. આ લુકમાં જોવા મળતી તસવીરો નેહા કક્કરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

જેને જોઈને લોકો તેની સરખામણી ‘રણવીર સિંહ’ અને ‘કાર્ડી બી’ સાથે કરી રહ્યા છે. એકે  યુઝરે કોમેન્ટમાં લખ્યું કે- ‘શું તમે હમણાં જ રણવીર સિંહને મળીને આવ્યા છો?’ તો બીજા એક યુઝરે લખ્યું છે, ‘દેશી વન્ડર વુમન’. આવી જ રીતે  ઘણા લોકો કોમેન્ટમાં નેહાની મજાક ઉડાવી રહ્યા હતા. આ તસવીરોને નેહા કક્કરે થોડાક સમય પહેલા શેર કરી હતી જેમાં તે મલ્ટી કલર ડ્રેસમાં જોવા મળી રહી છે.

આ ડ્રેસ ફૂલો જેવી ડિઝાઇનથી ભરેલો લાગી રહ્યો છે. નેહાએ આ શોર્ટ ડ્રેસ સાથે બૂટ કેરી કર્યા છે. જણાવી દઈએ કે તાજેતરમાં નેહા કક્કર, ટોની કક્કર અને હની સિંહનું ગીત ‘કાંટા લગા’ રિલીઝ થયું હતું. લોકોને તે ગીત ખુબ જ પસંદ આવ્યું હતું. આ ગીતને 4 દિવસમાં 50 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. બીજી બાજુ અંગત જીવનની વાત કરીએ તો લગ્ન બાદ તેના ચાહકો રોહનપ્રીત સાથેની તસવીરોને વધુ પસંદ કરે છે. તે તેના વૈવાહિક જીવનમાં ખૂબ ખુશ નજર આવી રહી છે.

Patel Meet