બૉલીવુડ સિંગરે નેહા કક્કરે બોયફ્રેન્ડ રોહનપ્રિત સિંહ સાથે શનિવારે એટલે કે 24 ઓક્ટોબરના રોજ એક ગુરુદ્વારામાં લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા. આ લગ્નની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

તો ખુદ નેહાએ પણ તેના લગ્નની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. છેલ્લા થોડા દિવસથી લગ્નની ચર્ચા જોર પર હતી. લગ્ન બાદ આ કપલે ગ્રાન્ડ સેલિબ્રેશન પણ કર્યું હતું.

જેમાં ફેમિલી સાથે ઇન્ડસ્ટ્રીઝની ઘણી હસ્તીઓ શામેલ થઇ હતી. આ વચ્ચે નેહા કક્કરના મેરેજ આઉટફિટની પણ ચર્ચા કરવામાં આવી હતી.

નેહા કક્કર તેના લગ્નમાં બે ખૂબ જ સુંદર આઉટફિટમાં જોવા મળી હતી. ફેન્સ માટે આશ્ચર્યજનક વાત હતી કે નેહા કક્કરે અચાનક લગ્ન કર્યાં.

સોશિયલ મીડિયા પર તેના ફેન્સ તેના પ્રિય ગાયિકાને આ નવી સફર શરૂ કરવા બદલ સતત અભિનંદન આપી રહ્યા છે. તો હવે નેહાના લગ્નના આઉટફિટને લઈને વાત કરવામાં આવી રહી છે.

લગ્નની તસવીરો સામે આવ્યા બાદ કહેવામાં આવી રહ્યું છે કે તેના ગુરુદ્વારા આઉટફિટ અનુષ્કા શર્માના લગ્નના આઉટફિટ જેવા જ છે.

નેહા કક્કરે ડિઝાઇનર સબ્યાસાચી દ્વારા ડિઝાઈન કરેલો પેસ્ટલ પિંક કલરનો લહેંગામાં જોવા મળી રહી છે, જ્યારે રોહનપ્રીત સિંહે પણ આ જ રંગની શેરવાની પહેરી છે. આ તસ્વીરોમાં બંને બેહદ સુંદર દેખાઈ રહ્યા છે.

અનુષ્કા શર્મા પણ તેના લગ્નમાં આ જ લહેંગામાં જોવા મળી હતી. ત્યારબાદથી સોશિયલ મીડિયા પર વાતો થઇ રહી છે કે નેહા કક્કરે અનુષ્કા શર્માના લગ્નના લુકની નકલ કરી છે. એક યુઝરે લખ્યું, ‘નેહા કક્કરે અનુષ્કાની નકલ કરી છે.’ બીજા એક યુઝરે લખ્યું, ‘અનુષ્કા અને નેહાના લગ્નનો લહેંગા સેમ-સેમ છે.’

તમને જણાવી દઇએ કે નેહા કક્કરના લગ્નના સમાચારોને લઈને તેમના ફેન્સ મૂંઝવણમાં છે કે લગ્ન સાચે જ થઇ રહ્યા છે પછી તે આવનારા ગીતનું સ્ટંટ છે.

આ વિશે વાત કરતાં નેહા કક્કર અને રોહનપ્રીત બંનેના નજીકના સૂત્રએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, લગ્ન 24 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાઈ રહ્યો છે. બંને પહેલેથી જ સગાઈ કરી ચૂક્યા છે, અને પંજાબી મ્યુઝિક ઉદ્યોગના ઘણા ગાયકો લગ્નમાં હાજરી આપે તેવી સંભાવના છે. કોઈ પણ આગામી ગીત માટે તે પબ્લિસિટી સ્ટંટ નથી. ”

રોહનપ્રીત સિંહ એક પંજાબી ગાયક છે. તેણે ઘણા રિયાલિટી ટીવી શોમાં ભાગ લીધો છે. રોહનપ્રીત 2018 માં યોજાયેલી ‘રાઇઝિંગ સ્ટાર 2’ માં પ્રથમ રનર અપ બન્યો હતો. રોહનપ્રીત રિયાલિટી શો મુઝસે શાદી કરોગીનો હિસ્સો રહ્યો છે.