મનોરંજન

સફળતા હાથ લાગતાં જ ઘમંડી થઈ ગઈ નેહા કક્કડ? હવે બોલી ઉઠી કે હું નંબર 1 છું અને તેથી જ લોકો

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર હંમેશા ચર્ચાઓમાં રહે છે. તેના ગીતો માટે જ નહિ પણ તે તેના ફોટોઝ અને વીડિયોઝ માટે પણ ચર્ચાઓમાં રહે છે. તાજેતરમાં તેનું નવું ગીત રિલીઝ થયું હતું. આ ગીત નેહા કક્કરે તેના ભાઈ ટોની કક્કર સાથે ગાયું હતું. ‘ભીગી-ભીગી’ ગીત રિલીઝ થતાની સાથે જ ધમાલ મચાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

આ સિવાય નેહા કક્કરને પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો નેહાની માનીએ તો તેને આ ટીકાઓથી કોઈ ખાસ ફરક નથી પડતો. નેહા કક્કડે તાજેતરમાં જ કહ્યું હતું કે એક વ્યક્તિ તરીકે જયારે લોકો એના વિશે એવી વાતો કરે છે અને એનું મજાક ઊંડાવે છે તો એને પણ ઘણું ખરાબ લાગે છે, પણ થોડી જ વારમાં એ આ બધું જ ભુલાવીને પાછળ છોડી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહાના કહેવા પ્રમાણે, ‘જે લોકો મારા વિશે ખરાબ લખે છે, તે એ લોકો છે જેને મારાથી ઈર્ષ્યા થાય છે. તેમને લાગે છે કે નેહા કેવી રીતે નંબર વન બની ગઈ. તે નંબર વન પર કેમ છે? જે લોકો નંબર વન હોય છે એના વિશે જ લોકો આ પ્રકારની વાતો કરે છે.’ તેનું માનવું છે કે એ નફરત કરવાવાળાઓથી નથી ડરતી, કારણ કે એની સંખ્યા ખૂબ જ ઓછી છે, જયારે પ્રેમ કરનારા લોકો વધુ છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા કક્કરે અગાઉ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું: ‘મેં ચાર વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કરી દીધું હતું અને 16 વર્ષની ઉંમર સુધી માત્ર ભજન સંધ્યા જ કરી રહી હતી. જો તમે મારા જાગરણનો ફૂટેજ જોશો તો એમાં પણ હું પાર્ટીની જેમ જ દેખાઈ રહી હોઈશ. હું નાના છોકરાઓની જેમ નાચતી અને ભજન ગાતી હતી, અને લોકો ગાંડા થઈ જતા હતા. હું ત્યારથી જ પાર્ટી કરું છું.’

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા કક્કરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ તેને ભાઈ અને સંગીતકાર-ગાયક ટોની કક્કર સાથે એક નવું ગીત રિલીઝ કર્યું છે. ગીતનું શીર્ષક ‘ભીગી-ભીગી’ છે. આ રોમેન્ટિક ગીત ટોની કક્કર અને પ્રિન્સ દુબેએ સાથે મળીને લખ્યું છે. નેહા કક્કર દિલબર, કાલા ચશ્મા, ગરમી, આંખ મારે, સેકન્ડ હેન્ડ જવાની, કોકા કોલા જેવા ગીતો ગાઈને ચર્ચામાં રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.