ફેમસ સિંગર નેહા કક્કરના પતિ અને સિંગર રોહનપ્રીત સિંહ 1 ડિસેમ્બરે પોતાનો 27મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. ભલે આજે રોહનનો જન્મદિવસ છે, પરંતુ આગળના દિવસે રાતથી જ તેનું સેલિબ્રેશન શરૂ થઈ ગયુ હતુ. નેહાએ હાલમાં જ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ સેલિબ્રેશનનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જે હાલમાં ચર્ચાનો વિષય છે.વિડિયોમાં રોહન સફેદ રંગના બાથરોબમાં જોવા મળી રહ્યો છે. જ્યારે નેહા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. નેહાએ પૂલ પાસે રોહનપ્રીત માટે સુંદર ડેકોરેશન કર્યું હતું. આ સુંદર સરપ્રાઈઝ જોતા જ રોહન નેહાના કપાળ પર કિસ કરે છે. આ પછી બંને લિપકિસ કરતા જોવા મળે છે.
વીડિયોની સાથે નેહાએ સરસ કેપ્શન પણ લખ્યુ હતુ. નેહાએ રાઇઝિંગ સ્ટાર ફેમ રોહનપ્રીત સિંહ સાથે 26 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા હતા. નેહા અને રોહનપ્રીતના લગ્નની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. અવાર નવાર આ કપલ સોશિયલ મીડિયા પર મસ્તી અને પ્રેમ કરતા જોવા મળે છે. કામની વાત કરીએ તો નેહા અને રોહનનું ગીત દો ગલ્લાં તાજેતરમાં રિલીઝ થયું છે.
ફેમસ સિંગર નેહા કક્કર હંમેશા તેના ગીતોને લઇને ચર્ચામાં રહેતી હોય છે. તમને જણાવી દઈએ કે સિંગર તેના કરિયરની સાથે સાથે તેના અંગત જીવનમાં પણ એન્જોય કરે છે. નેહા અને તેનો પતિ રોહનપ્રીત ઘણીવાર સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરતા હોય છે. નેહાએ પતિ સાથેનો રોમેન્ટિક વીડિયો શેર કરતા લખ્યુ હતુ કે “આવતીકાલે તમારો જન્મદિવસ છે, આ પોસ્ટ તમારા માટે છે, હું તમને પ્રેમ કરું છું”. આ સાથે તેણે હાર્ટ ઈમોજી પણ મૂક્યું છે.
આ પહેલા પણ નેહા કક્કરની રોમેન્ટિક તસવીરો સામે આવી હતી, જેમાં તે તેના પતિ સાથે પેરિસમાં ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી હતી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર પેરિસની તસવીરો શેર કરી, જે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ. આમાં કપલ પેરિસની સુંદરતા સાથે રોમેન્ટિક મોમેન્ટ માણતા જોવા મળે છે.
View this post on Instagram