પહેલીવાર ગુજરાતી ચાહકોને ગુજરાતી ગીતની ભેટ આપતી જોવા મળી બોલીવુડની ટોપ સિંગર નેહા કક્કર, ગુજરાતીમાં ગીત ગાઈને ચાહકોને આપી ફલાઇંગ કિસ

બોલીવુડની ફિલ્મોમાં અને બૉલીવુડ સિંગરો દ્વારા ઘણીવાર ગુજરાતી ગીતો ગાવામાં આવતા હોય છે, પરંતુ તે પણ રીમેક સ્ટાઈલમાં અને હિન્દી તેમજ ગુજરાતી શબ્દોના મિક્સિંગથી બનતા હોય છે, પરંતુ ભાગ્યે જ એવું જોવા મળતું હોય છે કે કોઈ બૉલીવુડ સિંગર કોઈ ફિલ્મના ગુજરાતી ગીત ઉપર હળવાશની પળોમાં ગીત ગાઈને વીડિયો શેર કરતું હોય.

ત્યારે બોલીવુડની સૌથી લોકપ્રિય ગાયિકા નેહા કક્કરે હાલમાં જ તેના ગુજરાતી ચાહકોને એક ખુબ જ શાનદાર ભેટ આપી છે. નેહા કક્કરે એક ગુજરાતી ગીત તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યું છે. આ ગીત પોસ્ટ કરવાની સાથે જ નેહાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

નેહા કક્કરે જે ગીત ગાયું છે તે ગુજરાતી સિનેમાની સુપરહિટ ફિલ્મ “ચાલ જીવી લઈએ”નું છે. જેને મૂળ ગુજરાતી ગાયક જીગરદાન ગઢવીએ ગયું છે, અને સચિન જિગરે સંગીત આપ્યું છે. આ ગીતના શબ્દો છે “ચાંદને કહો આથમે નહિ !”. આ શબ્દો હવે બોલીવુડની ખ્યાતનામ ગાયિકા નેહા કક્કરના મોઢેથી સાંભળતા જ ચાહકો મધહોશ બની ગયા છે, નેહાના માત્ર ગુજરાતી ચાહકો જ નહિ પરંતુ હિન્દી ચાહકોને પણ આ ગીત ખુબ જ પસંદ આવી રહ્યું છે.

નેહા કક્કરે આ વીડિયોને પોસ્ટ કરવાની સાથે જ તેની પોસ્ટ ઉ પર ચાહકોનું ઘોડાપુર ઉમટી પડ્યું, મોટી સંખ્યામાં આ ગીતને લાઈક કરવાની સાથે સાથે લોકો કોમેન્ટ કરીને નેહાના સુમધુર અવાજની પ્રસંશા પણ કરતા લોકો જોવા મળી રહ્યા છે, નેહાના ચાહકો જ નહીં ઘણા સેલેબ્સ પણ નેહા કક્કરની આ પોસ્ટ ઉપર કોમેન્ટ કરી રહ્યા છે.

નેહા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયો ઉપર નેહા કક્કરનાં પતિ રોહન પ્રીત સિંહે પણ કોમેન્ટ કરી છે અને કહ્યું છે, “વાહ.. તું ખૂબ જ ફ્રેશ લાગે છે, જ્યારે પણ હું તને સાંભળું છું.. અને તને જોવું એ હંમેશા એક સ્વપ્ન છે નેહુ..! આ ઉપરાંત આ ગીતના મૂળ ગાયક જીગરદાન ગઢવી અને ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ પણ નેહાના આ ગીતના વખાણ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

નેહા કક્કરે આ ગીત શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “મારા બધા જ ગુજરાતી ચાહકો માટે !” તમને જણાવી દઈએ કે “ચાંદને કહો” ખુબ જ લોકપ્રિય ગીત છે અને આ ગીતને ઘણા બધા ગુજરાતી ગાયકો દ્વારા પણ તેમના આગવા અંદાજમાં ગાવામાં આવ્યું છે. ગુજરાતી સિનેમામાં “ચાલ જીવી લઈએ” ફિલ્મ સુપર ડુપર હિટ રહી છે અને હજુ પણ રિલીઝ થયાને 1000 દિવસ કરતા પણ વધુ દિવસ થયા હોવા છતાં પણ સિનેમાઘરમાં લોકો આ ફિલ્મ જોવા માટે જઈ રહ્યા છે.

નેહા કક્કર એક ભારતીય પોપ ગાયક છે.તેઓ પોતાના બોલિવૂડના ગીતો માટે પ્રખ્યાત છે.નેહાનો જન્મ ૬ જૂન ૧૯૮૮ના રોજ ઋષિકેશ, ઉત્તરાખંડમાં થયો છે અને તેઓ ગાયક સોનુ કક્કર અને ગાયક-સંગીતકાર ટોની કક્કરના નાના બહેન છે. શરૂઆતી દિવસોમાં તેના પિતા ઋષિકેશ કક્કર જીવનનિર્વાહ માટે કોલેજની બહાર સમોસા વેચવાનું કામ કરતા હતા અને માતા નિતિ કક્કર એક ગૃહિણી હતા.

Niraj Patel