ગરીબ બાળકોને 500ની નોટ વહેંચી રહી હતી નેહા કક્કર, થયુ કંઇક એવું કે ભગાવવી પડી કાર- જુઓ
પોતાની ગાયિકીના દમ પર બોલિવુડમાં એક અલગ ઓળખ બનાવનાર નેહા કક્કર પોતાના મનમોહક અંદાજથી ચાહકોના દિલ જીતી લે છે. નેહાને ઈન્ડસ્ટ્રીમાં સેલ્ફી ક્વીન કહેવામાં આવે છે. નેહા એ લોકોમાંથી એક છે જેમણે ઘણા સંઘર્ષ પછી પોતાનું સ્થાન હાંસિલ કર્યું છે. નેહાએ પોતાના જીવનમાં ખૂબ જ ખરાબ સમયનો સામનો કર્યો છે. કદાચ આ જ કારણ છે કે તે કોઈનું દુઃખ અને દર્દ જોઈને ભાવુક થઈ જાય છે. નેહા લોકોની મદદ કરવામાં પણ આગળ રહે છે, પરંતુ આ વખતે નેહાની ઉદારતા તેના પર ભારી પડી છે. હાલમાં નેહાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ બાળકો નેહા પાસે પૈસા માંગી રહ્યા હતા, ત્યારે ગાર્ડ ત્યાં આવ્યો. ગાર્ડે બાળકોને હટાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે જ ત્યાંથી ચીસો પાડવાનો અવાજ આવ્યો. આ જોઈને એટલો શોરબકોર થયો કે નેહા કક્કરની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નેહા કક્કર ખૂબ જ નર્વસ થઈ ગઈ અને કારની બારી તરફ પીઠ કરી બેસી ગઈ.
આ વીડિયો સાથે ચાહકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે ત્યાં ઉભેલા લોકો આ બધો તમાશો કેવી રીતે જોઈ રહ્યા હતા. ચાહકો પ્રશ્ન કરી રહ્યા છે કે સેલિબ્રિટીની સામે ચાલતા રહેનારા પેપરાજીએ આ ઘટના દરમિયાન બાળકોને કેમ સમજાવ્યા નહિ કે દૂર કર્યા નહીં.જો કે, મામલો ગમે તે હોય, પરંતુ નેહા કક્કરને રડતી જોઈને ચાહકો દુખી થઇ ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર Voompla નામના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ત્યારનો જણાવવામાં આવી રહ્યો છે જ્યારે નેહા કક્કર રેસ્ટોરન્ટમાંથી પરત ફરી રહી હતી.
નેહાએ કહ્યું કે તે પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ વ્યસ્ત છે. નેહાએ 24 ઓક્ટોબર 2020ના રોજ લગ્ન કર્યા હતા. આ કપલે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં દિલ્હીના ગુરુદ્વારામાં પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. નેહા કક્કર અને રોહનપ્રીતે દિલ્હીમાં લગ્નની મોટી ઉજવણી કરી હતી અને બાદમાં તેઓ તેમના હનીમૂન માટે દુબઈ ગયા હતા.
View this post on Instagram