ખબર મનોરંજન

નેહા કક્કરનાં લગ્નના 2 દિવસ બાદ જોવા મળ્યો વેડિંગ લુક, આ ડિઝાઈનરના ચણિયાચોળી પહેરીને બની રોહનપ્રિત સિંહની દુલ્હન

7 તસ્વીરો જોઈને ફેન્સે પેટ ભરીને વખાણ કર્યા, જુઓ ઓફિશિયલ તસ્વીરો

બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કરે અને રાઇઝિંગ સ્ટાર ફેમ અને પંજાબી સિંગર રોહનપ્રીત સિંહના લગ્ન દિલ્લીમાં પૂર્ણ થયા છે. બંનેએ 24 ઓક્ટોબરના બપોરે દિલ્લીના ગુરદ્વારમાં લગ્ન કર્યા હતા.

Image source

પારંપરિક રીત-રિવાજ અને આનંદ કારજથી નેહા-રોહનપ્રિત પતિ-પત્ની બન્યા હતા. હવે લગ્નના 2 દિવસ બાદ નેહા કક્કરે પહેલીવાર તેના લગ્નની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં નેહા-રોહનપ્રિત બહુ જ ખુબસુરત દેખાઈ રહ્યા છે.

Image source

નેહા કક્કર અને રોહનપ્રિત સિંહે વેડિગ તસ્વીર તેના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કરી છે. નેહા કક્કર-રોહનપ્રિત સિંહની આ તસ્વીરમાં ફેન્સનો ખુબ જ પ્રેમ મળી રહ્યો છે.

Image source

નેહા કક્કર અને રોહનપ્રિત સિંહે તેના લગ્નમાં ફાલ્ગુની શાને પીકોક ઇન્ડિયા ડિઝાઈનરના ડ્રેસમાં નજરે આવ્યા હતા. નેહા કક્કરએ લાલ કલરના ચણિયાચોલી પર પસંદગી ઉતારી હતી.

Image source

નેહા કક્કરનાં ચણિયાચોલી પર સિલ્વર એમ્બ્રોડરી છે. આ સાથે જ નેહા કક્કરે હેવી નેકલેસ, ઝુમકા અને મોટી નથણી અને બંગડી સાથે ક્લીરે પહેરીને તેના દુલ્હન લુકને પૂરો કર્યો હતો.

Image source

તો સિંગર રોહનપ્રિત સિંહે લાઈટ પિંક અને રેડ કલરની શેરવાની પહેરી હતી. આ સાથે જ રોહનપ્રીતે લાલ કલરની પાઘડી બાંધી હતી. કપલ મેચિંગ આઉટફિટમાં એક સાથે ઘણું ખુબસુરત લાગી રહ્યું હતું.

Image source

જણાવી દઈએ કે, બંનેના લગ્ન દિલ્લીના ગુરુદ્વારમાં ભવ્ય રીતે થયા હતા. નેહા-રોહનપ્રિતના લગ્નમાં બહુ જ ઓછા લોકોને શામેલ કરવામાં આવ્યા હતા.

Image source

જણાવી દઈએ કે, નેહા કક્કર અને રોહનપ્રિત સિંહ થોડા જ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. નેહા કક્કર કરતા રોહનપ્રિત 6 વર્ષ નાનો છે. રોહનપ્રિત સિંહએ 2007માં ‘સા રે ગા મા પા લિલ ચેમ્પ્સ’થી કરિયરની શરૂઆત કરી હતી.

Image source