નેહા કક્કડે આ ગરીબ માણસ પર રૂપિયાનો વરસાદ કર્યો, જાણો કેટલી મોટી ગિફ્ટ આપી
ટીવી ઉપર પ્રસારિત કરવામાં આવતા રિયાલિટી શો મોટાભાગના લોકોને જોવા ગમતા હોય છે, ઘણા શોની અંદર એવા પ્રતિસ્પર્ધીઓ આવતા હોય છે જેમના જીવન વિશે જાણીને આપણું હૈયું પણ પીગળી જાય. હાલમાં જ પ્રસારિત થયેલા રિયાલિટી શો ઇન્ડિયન આઇડલમાં એક એવા જ વ્યક્તિની સ્ટોરી દિલને સ્પર્શી જાય છે.

હાલમાં ગાયિકા નેહા કક્ક્ડ તેના લગ્ન અને હનીમુનને લઈને ખુબ જ ચર્ચામાં છે. પરંતુ તે પોતાના હનીમૂન ઉપરથી પરત ફર્યા બાદ ઇન્ડિયન આઈડલના જજની ખુરશી પણ તેને ફરી સંભાળી લીધી છે. આ શોની અંદર જ આવેલા એક પ્રતિસ્પર્ધીની જીવની સાંભળીને નેહા પણ ઈમોશનલ થઇ ગઈ અને તે વ્યક્તિને એક લાખ રૂપિયાની આર્થિક મદદ પણ કરી છે.

સોની ચેનલ દ્વારા એક એપિસોડનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. વિડીયોની અંદર જયપુરનો કન્ટેસ્ટન્ટ શહજાદ અલી પોતાના જીવન વિશે જણાવે છે. તે કહે છે કે પોતે કપડાંની દુકાનમાં કામ કરે છે. બાળપણમાં જ તેની માતાનું દેહાંત થઇ ગયું હતું. ઇન્ડિયન આઈડલના ઓડિશન સુધી પહોંચવા માટે તેના નાનીએ 5 હજાર રૂપિયાની લોન લીધી હતી.
શહજાદની આ આર્થિક પરિસ્થિતિને જોતા જ નેહા કક્કડનું હૃદય પણ પીગળી ગયું. નેહાએ શહજાદ તરફ મદદનો હાથ આગળ વધાર્યા અને તેને ભેટ સ્વરૂપે એક લાખ રૂપિયાની મદદ કરી.

નેહા જ નહિ પરંતુ શોના બીજા જજ વિશાલ ડડલાનીએ પણ પ્રતિસ્પર્ધી શહજાદ અલીને મદદ કરવાનો વાયદો કર્યો છે. તેમને શહજાદને કોઈ સારા ગુરુ સાથે મળાવવાનો અને તેને સારી ટ્રેનિંગ મળે તેવું વચન આપ્યું છે.
View this post on Instagram
ટીવી ઉપર પ્રસારિત થતો ખ્યાતનામ શો ઇન્ડિયન આઇડલ 28 નવેમ્બર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે, તે દરેક શનિવારે અને રવિવારે પ્રસારિત કરવામાં આવશે. આ રિયાલિટી શોને લોકોના સારા રિસ્પોન્સ મળી રહ્યા છે.