મનોરંજન

TRP વધારવા લોકોને મૂર્ખ બનાવ્યા પછી ફરી ચર્ચાઓમાં આવી નેહા કક્કડ, હવે મેકઅપ વિનાની તસ્વીરો થઇ રહી છે વાયરલ

બોલીવુડની જાણીતી સિંગર અને ઇન્ડિયન આઇડોલની જજ નેહા કક્કર આજકાલ સોશિયલ મીડિયા પર તેના લગ્નની ખબરોને કારણે ચર્ચામાં છે. સિંગર નેહા કક્કર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના અવાજના લાખો ચાહકો છે અને તેની સુંદરતાને પણ લોકો પસંદ કરે છે.નેહા સોશિયલ મીડિયા પર તેની સુંદર તસ્વીરો પણ તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. ત્યારે હવે લગ્નની ખબરો વચ્ચે નેહાની મેક અપ વગરની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

તાજેતરમાં નેહાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીરો શેર કરી હતી. આ તસ્વીરોની વિશેષતા એ છે કે આ તસ્વીરો મેકઅપની વગરની છે. નેહાની આ તસ્વીરો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી છે. જણાવી દઇએ કે નેહાએ એક કે બે નહીં પરંતુ ત્રણ તસ્વીરો શેર કરી છે. નેહાએ પોતે કેપ્શનમાં લખ્યું હતું – નો ફિલ્ટર.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

આપણે બધા જ જાણીએ છીએ કે નેહા કક્કર લગ્નના સમાચારોને લઈને ખૂબ જ ચર્ચામાં આવી હતી. એવા અહેવાલો પણ મળ્યા હતા કે નેહા કક્કર 14 ફેબ્રુઆરીએ ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણ સાથે લગ્ન કરવા જઈ રહી છે પરંતુ આ માત્ર અફવાઓ જ હતી. ખુદ ઉદિતે આ વિશે જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ઉદિત નારાયણે કહ્યું, ‘આદિત્ય અમારો એકનો એક દીકરો છે. અમે તેના લગ્નની આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ. જો તેના લગ્નની વાતો સાચી હોત, તો હું અને મારી પત્ની આ દુનિયામાં સૌથી વધુ ખુશ હોતે.’ આ સાથે તેમણે કહ્યું, ‘જો આદિત્ય થોડા દિવસોમાં લગ્ન કરી રહ્યો હોત, તો તેની તેના માતાપિતાને જાણ કરી હોત. લિન્ક-અપ અને લગ્નની અફવાઓ ફક્ત ઇન્ડિયન આઇડલની ટીઆરપી વધારવા માટે છે. નેહા ખૂબ જ સરસ છોકરી છે. અમને તેને પુત્રવધૂ તરીકે સ્વીકારવામાં કોઈ ખચકાટ નહીં થાય. ‘ નેહા હાલમાં તેના નવા ગીત ગોવા બીચ માટે ચર્ચામાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.