દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ ફિલ્મી દુનિયા

જે શોમાંથી નીકળી ગઈ બીમારીને કારણે, એ જ શોની છે જજ, 3 BHKમાં રહે છે અને ચલાવે છે Audi-BMW અને મર્સીડીઝ જેવી મોંઘી ગાડીઓ… રસપ્રદ લેખ એક ગીત ગાવાના લઈ રહી છે લાખો રૂપિયા…

સંગીતની તાલીમ નથી લીધી છતાંય બોલીવુડની નંબર 1 સિંગર છે.જે સ્કૂલમાં ભણતી, એ જ સ્કૂલમાં પપ્પા બહાર સમોસા વહેંચતા….વાંચો નેહાની સંઘર્ષની સ્ટોરી

ખૂબ જ સંઘર્ષ કરીને લોકો વચ્ચે લોકપ્રિય થઈને સેલેબ્રીટી બનેલી નેહા કક્ક્ડનો જન્મ 6 જૂન 1988ના રોજ થયો હતો. આજે આખી દુનિયા તેના ગીતોના તાલે ઝૂમે છે જયારે એક સમય હતો કે એ માતાજીના જગરાતામાં ગીતો ગાતી હતી.

એક સમયે ઇન્ડિયન આઇડલ શોમાં પ્રતિસ્પર્ધી રહી ચુકેલી નેહા કક્કર આજે એ જ શોની જજ છે. તે સારેગામાપા લિટલ ચેમ્પ્સમાં પણ જજ રહી ચૂકી છે. ઋષિકેશથી મુંબઈ સુધીની સફર નક્કી કરનારી નેહા કક્કરનું જીવન સંઘર્ષથી ભર્યું રહ્યું છે.

Image Source

નેહા કક્કડ ઋષિકેશ, ઉત્તરાખંડની રહેવાસી છે. ઋષિકેશની જે સ્કૂલમાં નેહા ભણતી હતી એ જ સ્કૂલની બહાર તેના પિતા સમોસા વેચવાનું કામ કરતા હતા. નેહા એકદમ સામાન્ય પરિવારમાં મોટી થયેલી છે પણ તેના સપનાઓ સામાન્ય બિલકુલ પણ ન હતા. માતાજીના જગરાતામાં ભજનો ગાઈને નેહાએ પોતાના અવાજને નીખાર્યો હતો. અહીં જ તેની પ્રાથમિક તાલીમ થઇ હતી.

નેહાએ પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે વાતને લઈને તેને સ્કૂલના અન્ય બાળકો ચીઢવતા હતા, પણ નેહાએ ક્યારેય પણ પોતાનું મનોબળને પડવાં દીધું ન હતું. પોતાના પિતાના આદર્શો અને પોતાની મહેનતના બળે નેહાએ આજે આ મુકામ મેળવ્યો છે.

Image Source

નેહાએ 4 વર્ષની હતી, ત્યારથી જ ગીતો ગાવાની શરૂઆત કરી દીધી હતી. 2006માં પહેલી વાર ઇન્ડિયન આઇડલ ઓડિશનના બીજા સીઝન માટે ઓડિશન આપ્યું હતું અને ક્વોલિફાઇ કરી દીધી હતી. નેહાએ તેની કરિયરની શરૂઆત ઇન્ડિયન આઇડલ શોની સેકન્ડ સિઝન સાથે કરી હતી.

એ સમયે નેહા ફક્ત 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. સંજોગોવસાત નેહા ‘ઇન્ડિયન આઇડોલ -2’ (2006) માં વધુ આગળ વધી શકી ન હતી. બોલિવૂડની હાલની સફળ ગાયિકા નેહા કક્કડે પોતે ક્યારેય સંગીતની તાલીમ નથી લીધી. પણ અહીં સુધી પહોંચવાનો જે રસ્તો હતો એ ખૂબ જ મુશ્કેલી ભર્યો રહ્યો છે.

Image Source

હાલમાં નેહા હાલ વર્સોવા સ્થિત 3 બી.એચ.કે. ઍપાર્ટમેન્ટમાં રહે છે જેની કિંમત 1.2 કરોડ રૂપિયા છે. નેહા આજે બોલિવૂડની ટોચની અને સૌથી મોંઘી ગાયિકાઓમાની એક છે. નેહા એક ગીત ગાવા માટે 10થી 15 લાખ લઈ રહી છે. જો તેને કોઈ ફિલ્મ અથવા પ્રોજેક્ટમાં ગીત કમ્પોઝ કરવાનું કહેવામા આવે તો તે 2 થી 3 લાખ રૂપિયાનો માત્ર મહિનાનો ચાર્જ લે છે.

નેહાએ સૌથી પહેલા મિટ બ્રધર્સના સંગીતવાળું પોતાનું એક આલ્બમ બોન્સ કર્યું હતું, નેહા-ધ રોકસ્ટાર, એ પછી તેને શાહરુખ ખાન માટે પોતે એક ગીત બનાવ્યું અને યુટ્યુબ પર મૂક્યું જે ખૂબ જ વાયરલ થયું અને એ પછી એ લોકોમાં પ્રખ્યાત થવા લાગી હતી. તે શાહરુખ ખાનની ચાહક છે. તેને બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ માટે ગીતો ગાય છે, પણ તેની ઈચ્છા છે કે તે માધુરી દીક્ષિત માટે ગીત ગાય.

Image Source

નેહા જયારે ઇન્ડિયન આઈડલમાંથી બહાર થઇ એ પછી તેને ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેને પોતાના કેટલાક ગીતો પણ રિલીઝ કર્યા અને તે સ્ટુડિયોના ધક્કા પણ ખાતી અને સ્ક્રેચ રેકોર્ડ પણ કર્યા એ પછી તેને સચિન-જીગન માટે સેકેન્ડ હેન્ડ જવાની ગીત ગાયું જે તેના માટે મોટો બ્રેક બની ગયું અને પછી યારિયા ફિલ્મનું બ્લુ હૈ પાણી પાણી ગીતથી તેને સફળતા મળી.

એમ તો નેહા અવારનવાર ચર્ચાઓમાં આવતી રહે છે પણ ગયા વર્ષે જયારે તેનું બ્રેકઅપ અભિનેતા હિમાંશ કોહલી સાથે થયું હતું ત્યારે તે ઘણી ચર્ચાઓમાં રહી હતી. તેઓ ચાર વર્ષથી રિલેશનશિપમાં હતા. એવું કહેવાય છે કે બ્રેકઅપનું કારણ હિમાંશનો શંકાશીલ સ્વભાવ હતો.

Image Source

જો વાત આપણે નેહાની નેટવર્થની કરીએ તો જી મેગેઝિન મીડિયાના જણાવ્યા પ્રમાણે, નેહાની નેટવર્થ 51.80 કરોડ છે. નેહા પાસે તેની 8 કાર છે. આમાં ઓડી ક્યૂ 7 (67.76 મિલિયન), રેન્જ રોવર (49.10-64.65 લાખ) અને બીએમડબલ્યુ જેવી કારનો સમાવેશ થાય છે. નેહાએ મર્સિડીઝ-બેન્ઝ જીએલએસ 350ની ખરીદી કરી હતી. તેમની નવી કારની કિંમત 95.72 લાખ છે.

જણાવી દઈએ કે નેહા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. સૌથી વધુ ફોલો કરાતા ભારતીય સેલેબ્સમાંથી એક નેહા કક્કર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 23.5 મિલિયન ફોલોવર્સ, ફેસબુક પર 14 મિલિયન ફોલોવર્સ અને ટ્વીટર પર 741K ફોલોવર્સ છે. તેના ટિક્ટોક અને યુટ્યુબ પર પર ઘણા બધા ફોલોવર્સ છે.

તેના ડાન્સના પણ ઘણા ચાહકો છે, તે જયારે પણ તેના ડાન્સનો કોઈ વિડીયો અપલોડ કરે તેને ગણતરીની મિનિટોમાં જ ખાસ્સા વાયરલ થઇ જાય છે. આનાથી એવું પણ કહી જ શકાય કે તે સોશિયલ મીડિયા પર એક ખૂબ જ લોકપ્રિય સ્ટાર છે.