મનોરંજન

આ શોમાં ઉડાડવામાં આવી નેહા કક્ક્ડની મજાક, ખરાબ કમેન્ટ પર ભડકી નેહા પછી જે થયું…

બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્ક્ડ સામાન્ય રીતે તો હસતી જ નજર આવતી હોય છે. પરંતુ હાલમાં જ નેહાને ભયંકર ગુસ્સો આવ્યો હતો. નેહાને ગુસ્સો આવવાનું કારણ એક કોમેડી શોમાં તેના લુક્સથી લઈને તેની ટેલેન્ટ સુધી મજાક ઉડાડી હતી. નેહાએ નારાજ થઈને તેનો ગુસ્સો સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો હતો. આટલું જ નહીં નેહાના ભાઈ ટોની કક્કર પણ નારાજ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on


}
સોની ટીવી પર પ્રસારિત થતા ડો.પ્રાણ લેલે શોમાં ડોક્ટર બનેલા કોમેડિયન કિકુ શારદા અને નર્સ બનેલા ગૌરવ ગેરા એક નાની હાઈટની છોકરીની મજાક ઉડાવતા હોય છે. આ છોકરી ખુદને નેહા શક્કર બતાવે છે. આ રોલ દ્વારા નેહાના લુક્સની જ નહીં પરંતુ તેની હાઈટ અને તેની ગાયકી પર ખરાબ કમેન્ટ કરી હતી. આ બધું જોઈને નેહા ખુબ જ નારાજ થઇ તેને બેહદ અપમાનજનક અને નેગેટીવ બતાવ્યું હતું. નેહાએ કહ્યું હતું કે આ પ્રકારનું લખાણ કરનાર લોકોને પણ તે ધિકકારે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા કક્કડે લખ્યું હતું કે, લોકો જાણે છે કે હું કોમેડીની કેટલી તારીફ કરું છું,પરંતુ આ કોમેડી નથી. મારા નામનો ઉપયોગ કરવાનું બંધ કરો. જો મારાથી આટલી જ તકલીફ હોય તો મારા ગીત પર એન્જોય કરવાનું અને ડાન્સ કરવાનું બંધ કરી દો.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

ટોની કક્ક્ડે શોના મેકર્સની કલાસ લગાવતા કહ્યું હતું કે, એક નાના શહેરની યુવતીએ તેના દમ પર જિંદગીમાં ઘણું બધું હાંસિલ કર્યું છે. તેને આવી ઈજ્જત અપાઈ? મારી બહેને આ પહેલા પણ તેની નાની હાઈટને કારણે સહન કર્યું છે. શું તમને ખબર છે કે, જયારે કોઈ માણસના બોડી સાઈઝ અથવા તેના શેપની મજાક ઉડાડો છો તો ત્યારે તેના પર શું ગુજરતી હશે? ભગવાનની બનાવેલી રચના પર મજાક ઉડાડવાનું બંધ કરો.

 

View this post on Instagram

 

A post shared by neha kakkar (@neha_kakkar2704) on

વધુમાં ટોનીએ કહ્યું હતું કે, આટલું જ નહીં તેના ટેલેન્ટની પણ મજાક ઉડાડી હતી. ટેલેન્ટને લઈને ખોટું બોલીને શું તમે તેનું કરિયર ખરાબ નથી કરી રહ્યા ? જેનું સંગીતનું વધારે જ્ઞાન નથી તેની વાત પર તમે ભરોસો કરી લેશો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.