ખબર ફિલ્મી દુનિયા

નેહા કક્ક્ડ હાથમાં લગાવી રહી છે રોહનપ્રિતના નામની મહેંદી, આવતી કાલે વાગશે લગ્નની શરણાઈ

રોહનપ્રિત નેહા કરતા 6 વર્ષ નાનો છે…મહેંદીની તસ્વીરો થઇ વાઇરલ, જુઓ

બોલીવુડની સુપ્રસિદ્ધ ગાયિકા નેહા કક્ક્ડ આજકાલ તેના રિલેશનને લઈને ખુબ જ ચર્ચામાં છે. એવી ખબરો આવી રહી છે તે પંજાબી ગાયક રોહનપ્રિત સિંહ સાથે લગ્નના બંધને બંધાવવા જઈ રહી છે. નેહાએ પણ ઘણીવાર પોતાની તસ્વીરોમાં આ વાતની જાહેરાત પણ કરી છે, તો રોહનપ્રિત પણ આ વાતનો સમર્થન આપતો જોવા મળે છે.

Image Source

આ બધા વચ્ચે જ હવે નેહા કક્ક્ડ પોતાના હાથની અંદર રોહનપ્રિતના નામની મહેંદી લગાવતી જોવા મળી રહી છે. નેહાએ પણ પોતાના ચાહકોને હાલમાં જ ખુશ ખબરી આપી છે કે તે રોહનપ્રિત સાથે લગ્ન કરવા માટે જઈ રહી છે. મહેંદી લગાવતા નેહાની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહી છે.  જેમાં નેહા હાથ ઉપર બ્રાઇડલ મહેંદી લગાવી રહી છે. આ તસ્વીરોમાં નેહાની ખુશી પણ સ્પષ્ટ દેખાઈ આવે છે.

Image Source

દિલ્હીના પ્રખ્યાત રાજુ મહેંદીવાળાની ટિમ દ્વારા નેહાના હાથ ઉપર મહેંદી લગાવવામાં આવી છે. રાજુ મહેંદીવાળાએ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર તસવીરો શેર કરી છે. અને સાથે લખ્યું પણ છે કે: “નેહા કક્ક્ડ જેવી શાનદાર ગાયિકાના હાથ ઉપર બ્રાઇડલ મહેંદી લગાવવી અમારા માટે ખરેખર ગર્વની વાત છે.” જેવી જ નેહાની આ તસવીરો સામે આવી તેના ચાહકો તેને શુભકામનાઓ આપવા લાગ્યા.

Image Source

નેહા 22 ઓક્ટોમ્બરના રોજ પોતાના પરિવાર સાથે દિલ્હી પહોંચી છે. વિમાનમાં બેસેલી તેની તસ્વીર પણ સામે આવી હતી. નેહા કક્કડના લગ્ન દિલ્હીમાં જ થવાના છે પરંતુ જગ્યા અને તારીખ હજુ કન્ફ્રર્મ નથી થઇ. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર 24 ઓક્ટોમ્બરના રોજ નેહા દુલ્હન બનશે અને 26 ઓક્ટોમ્બરના રોજ ચંદીગઢની હોટેલ ધ અમલતાસમાં રિસેપશનનું આયોજન કરવામાં આવશે.

Image Source

નેહા કક્ક્ડનો થવા વાળો પતિ રોહનપ્રિત સિંહે વર્ષ 2007માં પ્રખ્યાત રિયાલિટી શો “સા રે ગા મા પા લિલ. ચેમ્પ્સ”થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે રાઇજિંગ સ્ટાર-2માં નજર આવ્યો અને તે શોનો પહેલો રનરપ રહ્યો.

Image Source

હાલમાં નેહા અને રોહનપ્રિતના ડેટની ખબરો સામે આવે છે. રોહનપ્રિત નેહા કરતા 6 વર્ષ નાનો છે.