બોલીવુડનની સુંદર અને પ્રતિભાશાળી ગાયિકા નેહા કક્ક્ડ હવે પંજાબી ગાયક રોહનપ્રિત સિંહ સાથે લગ્નના બંધને બંધાવવા જઈ રહી છે. તેમના લગ્ન પહેલાના પ્રસંગોની ઘણી તસવીરો પણ સામે આવી રહી છે. જેમાં મહેંદી અને પીઠી ચોળવાના પ્રસંગની તસવીરો પણ સામે આવી છે અને સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

નેહા કક્ક્ડના મહેંદી પ્રસંગ બાદની તસ્વીર પણ હવે ખુબ જ ફેલાઈ રહી છે. આ તસ્વીરમાં નેહા અને રોહનપ્રિત લીલા રંગે રંગાયેલા જોવા મળે છે. નેહા લીલા રંગની ચોલીમાં તો રોહન લીલા રંગની શેરવાનીમાં જોવા મળે છે.

નેહાએ દરેક પ્રસંગની તસવીરો શેર કરી છે. નેહાએ મહેંદી પ્રસંગની પણ 10 તસવીરો પોતાના ઇન્ટાગ્રામ ઉપર શેર કરી હતી. આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ તસ્વીરોમાં નેહાએ અનિતા ડોંગરે દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો લીલા રંગનો લહેંગો પહેર્યો છે જયારે રોહનપ્રિતે હલકા લીલા રંગની શેરવાની પહેરી છે. નેહાએ આ લહેંગા સાથે અનિતા ડોંગરેની જ જવેલરી પણ પહેરી છે.

દિલ્હીના પ્રખ્યાત રાજુ મહેંદી વાળાની ટીમે નેહા કક્કડના હાથ ઉપર મહેંદી લગાવી છે. રાજુ મહેંદી વાળાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર પણ તેની તસવીરો શેર કરી હતી.

રાજુ મહેંદી વાળાએ તસવીરો શેર કરવાની સાથે લખ્યું હતું: “નેહા કક્ક્ડ જેવી શાનદાર ગાયિકાના હાથ ઉપર બ્રાઇડલ મહેંદી લગાવવી અમારા માટે ખરેખર ગર્વની વાત છે.”

તો નેહાને ગઈકાલે શુક્રવારના રોજ પીઠી પણ ચોળવામાં આવી હતી, તેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી હતી.

નેહાના પીઠી પ્રસંગની તસ્વીરોમાં તે પોતાના મિત્રો અને પરિવારજનો સાથે જોવા મળી રહી છે. પીળા રંગની સાડીમાં નેહાનો લુક પણ ખુબ જ પ્રેમાળ લાગી રહ્યો છે. તે આ તસ્વીરોમાં શાનદાર અંદાજમાં પોઝ આપતી પણ જોવા મળી રહી છે.

નેહા કક્ક્ડનો થવા વાળો પતિ રોહનપ્રિત સિંહે વર્ષ 2007માં પ્રખ્યાત રિયાલિટી શો “સા રે ગા મા પા લિલ. ચેમ્પ્સ”થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે રાઇજિંગ સ્ટાર-2માં નજર આવ્યો અને તે શોનો પહેલો રનરપ રહ્યો.

રોહનપ્રિતે નેહાને સોશિયલ મીડિયા દ્વારા જ રોમેન્ટીક અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ બનેંના લગ્નની વાતો ચર્ચાઈ હતી.

શરૂઆતમાં તો રોહન અને નેહાએ આ વાતોનું સમર્થન નહોતું કર્યું, પરંતુ થોડા સમય બાદ બંનેએ સોશિયલ મીડિયા દ્વારા જ પોતાના પ્રેમની કબૂલાત કરી અને એકબીજા સાથે લગ્નના બંધને બંધાવવા જઈ રહ્યા છે તેમ જણાવ્યું હતું.