એક રાતનું ભાડું જાણીને પગ નીચેથી જમીન ખસી જશે
બોલીવુડની ખ્યાતનામ ગાયિકા નેહા કક્કર અને પંજાબી ગાયક રોહનપ્રીત સિંહ 24 ઓક્ટોબરના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે, અને તેઓ હનીમૂન માણવા દુબઇ પહોંચી ગયા છે. નેહા પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર હનીમૂનની ઘણી તસવીરો શેર કરી રહી છે.

નેહાની તસ્વીરોમાં ટેગ કરવામાં આવેલું લોકેશન દુબઇના એટ્લાન્ટિસ ધ પામનું છે. તેવામાં દરેક ચાહક જાણવા માંગે છે કે જે હોટેલની અંદર નેહા અને રોહન હનીમૂન મનાવી રહ્યા છે તે હોટેલમાં એક રાત રોકાવવા માટેનું ભાડું કેટલું હશે ? તો ચાલો આજે અમે તમને જણાવીએ એ હકીકત…

નેહા અને રોહન જે હોટેલની અંદર હનીમૂન મનાવી રહ્યા છે તે હોટેલની અંદર એક રાત વિતાવવાની કિંમત 1 લાખ રૂપિયા છે અને બંને સેલેબ્સના આ હોટેલમાં ગયે 10 દિવસ કરતા પણ વધારે સમય વીતી ચુક્યો છે.

રોહનપ્રિત સિંહ અને નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એટ્લાન્ટિસની ઘણી જ તસવીરો શેર કરી છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો ધ પામમાં બે લોકો માટે એક દિવસની સૌથી ઓછી રકમ 26 હજાર 834 રૂપિયા છે.

જયારે આ હોટેલની અંદર સૌથી વધારે કિંમત એટલે કે પ્રેસિડેન્શિયલ સુઇટ્સની કિંમત 3 લાખ, 21 હજાર, 414 રૂપિયા છે. બાકી બીજા સુઇટ્સની રેન્જ 60 હજાર રૂપિયા પ્રતિ દિવસથી લઈને 1 લાખ રૂપિયા સુધીની છે.

નેહાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા એ ખબર પડે છે કે બંને રીગલ સુઈટ ક્લ્બમાં રોકાયા છે. એટ્લાન્ટિસની ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે રીગલ સુઈટમાં એક રાત રોકાવવાની કોસ્ટ 72 હજાર 403 રૂપિયા છે. જો તમે બ્રેકફાસ્ટ લો છો તો કિંમત વધીને 89 હજાર 370 રૂપિયા પહોંચી જાય છે. અને જો તમે ડિનર પણ લો છો તો આજ કિંમત વધીને 1 લાખ 1 હજાર 813 રૂપિયા થઇ જાય છે.

નેહાએ મંગળવારના રોજ આ શાહી હોટેલ તેમના માટે કરવામાં આવેલી ખાસ વ્યવસ્થાની તસવીરો પણ શેર કરી હતી. જેમાં નેહા અને રોહન હોટેલના પ્રાઇવેટ બીચ ઉપર નજર આવ્યા હતા. આ પહેલા પણ નેહા અને રોહનના વેલક્મની કેટલીક ઝાંખીઓ પણ હતી. જેમાં તેમના માટે ચોકલેટ, કેક અને બીજી શાહી ફેસીલિટીની વ્યવસ્થા જોવા મળી રહી છે.

નેહા અને રોહન છેલ્લા 10 દિવસ કરતા પણ વધારે દિવસથી આ હોટેલમાં રહી રહ્યા છે તેના માટે તેમને 10 લાખથી પણ વધારેનો ખર્ચ કરી દીધો છે.

નેહા જયારે હનીમૂન માટે દુબઈમાં પહોંચી હતી ત્યારે તેને હોટેલ રૂમના શાનદાર બેડની પણ તસવીરો શેર કરી હતી.