ખબર મનોરંજન

નેહા કક્કરએ ‘વોરિયર આજી’ માટે ખોલ્યો ખજાનો, 10 અનાથ છોકરીઓની કરે છે દેખભાળ

નેહા કક્કરએ દેખાડી દરિયાદિલી, વોરિયર આજી યરફે શાંતાબાઈ પવારને આપ્યા અધધધ- જાણો

બૉલીવુડ સિંગર નેહા કક્કર આજકાલ ચર્ચામાં રહે છે. નેહા કક્કરનું હાલમાં જ એક ગીત ‘ખ્યાલ રખ્યા કર’ રિલીઝ થયુ હતું. જેમાં તેના તેના પતિ રોહનપ્રિત સિંહ સાથે નજરે આવશે. નેહા આ પહેલા તેની પ્રેગનેન્સીને લઈને ચર્ચામાં હતી. આ બાદ તેની તસ્વીરથી સાફ થઇ ગયું હતું કે, આ એક ગીતનો હિસ્સો છે. હવે નેહા કક્કર તેની દરિયાદિલી લઈને ચર્ચામાં રહે છે.

Image source

સિંગરએ પુનેના રસ્તા પર લાકડીથી કરતબ દેખાડનારી શાંતાબાઈ પવાર એટલે કે વોરિયર આજીની મદદ કરી છે. પુનાના રસ્તા પર લાઠી-કાઠીનું પરફોર્મન્સ કરનારી શાંતાબાઈ પવારને મદદના રૂપમાં એક લાખ રૂપિયા આપ્યા છે. તેને એક પરફોર્મન્સનો એક વિડીયો ઇન્ટરનેટ પર શેર કર્યો હતો જેનાથી તે રાતોરાત ઇન્ટરનેટ સનસની મચાવી દીધી હતી.

Image source

વોરિયર આજી તરીકે લોકપ્રિય, પવારે કહ્યું કે, હું આઠ વર્ષની હતી ત્યારથી જ હું પ્રદર્શન કરી રહી છું. હવે હું 10 અનાથ છોકરીઓની સંભાળ રાખું છું. કોરોના વાયરસ દરમિયાન ઘરની અંદર જ રહ્યા હતા. કેટલીકવાર હું આ છોકરીઓને જમાડવા માટે ભૂખી રહી હતી. ઉંમરના આઠમાં દાયકામાં પ્રવેશ કરી ચૂકેલી શાંતાબાઈ કહે છે કે શારીરિક મર્યાદાઓને લીધે હવે તેને લાઠીથી કરતબો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેણે ઇન્ડિયન આઇડોલના શોમાં પોતાની વાર્તા શેર કરી હતી જેમાં નેહા જજ હતી. તેનાથી પ્રેરિત થઈને નેહાએ પવારને 1 લાખ રૂપિયા આપ્યા હતા જેથી સારું કામ કરી શકે.

Image source

હાલમાં જ નેહા પ્રેગનેન્ટ હોવાની ખબરને લઈને ચર્ચામાં રહી હતી. આ ખબર એક તસ્વીરથી બહાર આવી હતી. જેમાં નેહા પતિ રોહનપ્રિત સાથે નજરે આવી રહી છે. તસ્વીરમાં રોહનપ્રીતએ નેહાના બેબી બંપ પર હાથ રાખતો નજરે ચડે છે. જેના કેપ્સનમાં લખ્યું હતું કે, ખ્યાલ રખા કર.