મનોરંજન

નેહા કક્કડને લાગી ગઈ હવે લગ્નની પીઠી, રોહનપ્રિત સાથેની રોમેન્ટિક તસવીરો થઇ વાયરલ

થોડાક જ વર્ષોમાં કરોડોનું ફેન ફોલોવિંગ ઉભું કર્યું એ નેહા હવે લગ્ન કરવા જઈ રહી છે, જુઓ તસ્વીરો

બોલીવુડની ખ્યાતનામ ગાયિકા નેહા કક્ક્ડ અને પંજાબી સિંગર રોહનપ્રિત સિંહના લગ્નને લઈને ચર્ચાઓ જોર શોરથી ચાલી રહી છે. ત્યારે આ બધા વચ્ચે નેહાને પીઠી ચોળાવવાની તસવીરો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Neheart Muskan (@neheart_muskan) on

ગઈકાલે નેહાને મહેંદી લગાવવામાં આવી હતી, ત્યાર બાદ આજે તેની પીઠી પણ ચોળવામાં આવી.  નેહાની પીઠી ચોળવાની તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. પીઠીના પ્રસંગમાં નેહાનો અંદાજ ખરેખર કમાલનો છે.

 

View this post on Instagram

 

A post shared by Neheart Muskan (@neheart_muskan) on

નેહાની આ તસવીરો તેના ફેનપેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવી છે. નેહાની આ તસ્વીરોમાં નેહા કક્ક્ડની સાથે ટોની કક્ક્ડ, રોહનપ્રિત સિંહ અને બીજા મિત્રો પણ નજર આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neheart Muskan (@neheart_muskan) on

નેહાના પીઠી પ્રસંગની તસ્વીરોમાં તે પોતાના મિત્રો અને પરિવારજનો સાથે જોવા મળી રહી છે. પીળા રંગની સાડીમાં નેહાનો લુક પણ ખુબ જ પ્રેમાળ લાગી રહ્યો છે. તે આ તસ્વીરોમાં શાનદાર અંદાજમાં પોઝ આપતી પણ જોવા મળી રહી છે. ગઈકાલે નેહાની મેહેંદી સેરેમનીની તસવીરો પણ વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Neheart Muskan (@neheart_muskan) on

નેહાના ફેન પેજ ઉપર શેર કરવામાં આવેલી તસ્વીરોમાં નેહા અને રોહનપ્રિત સિંહનો રોમૅન્ટિક અંદાજ પણ જોવા મળી રહ્યો છે. આ તસવીરો પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે, નેહા અને રોહનપ્રિત 26 ઓક્ટોમ્બરના રોજ દિલ્હીની અંદર લગ્ન કરવાના છે એવા પણ સમાચાર આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neheart Muskan (@neheart_muskan) on

નેહા આ તસ્વીરોમાં જ્યાં પીળી સાડીની અંદર જોવા મળી રહી છે તો બીજી તરફ રોહનપ્રિત પણ પીળા રંગની શેરવાનીમાં જોવા મળે છે. બંને ખુબ જ ખુશ પણ દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neheart Muskan (@neheart_muskan) on

નેહાની આ તસવીરો ઉપર ચાહકો સાથે ઘણા સેલેબ્રિટીઓ પણ કોમેન્ટ કરી અને નેહાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neheart Muskan (@neheart_muskan) on

રોહનપ્રિતે નેહાને સોશિયલ મીડિયા દ્વારા જ રોમેન્ટીક અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ બનેંના લગ્નની વાતો ચર્ચાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Neheart Muskan (@neheart_muskan) on

શરૂઆતમાં તો રોહન અને નેહાએ આ વાતોનું સમર્થન નહોતું કર્યું, પરંતુ થોડા સમય બાદ બંનેએ સોશિયલ મીડિયા દ્વારા જ પોતાના પ્રેમની કબૂલાત કરી અને એકબીજા સાથે લગ્નના બંધને બંધાવવા જઈ રહ્યા છે તેમ જણાવ્યું હતું.