મનોરંજન

નેહા કક્કરે રેસ્ટોરન્ટની બહાર બાળકોને આપી બે-બે હજારની નોટ, ઉદારતા જોઈને દંગ રહી ગયા ચાહકો

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર આજકાલ શોની ટીઆરપી માટે થઈને શોમાં આદિત્ય નારાયણ સાથે કરેલા લગ્નના નાટકને લઈને ઘણી બધી ચર્ચાઓમાં આવી ગઈ હતી. ‘ઇન્ડિયન આઇડલ 11’ ના સેટ પરથી બંનેના લગ્નના ફોટા અને એક વીડિયો પણ સામે આવ્યો હતો. પછી આદિત્યએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ બધુ ફક્ત શોની ટીઆરપી માટે કરવામાં આવ્યું છે. આ શોમાં નેહા જજની ભૂમિકામાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

આ બધાની વચ્ચે હવે નેહા કક્કરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નેહા મુંબઇની એક રેસ્ટોરન્ટની બહાર નીકળતી જોવા મળી રહી છે. જ્યારે તે બહાર આવે છે, ત્યારે કેટલાક ચાહકો તેની સાથે સેલ્ફી લેવાનું કહે છે. નેહા સેલ્ફી લે છે, ત્યાં સુધીમાં કેટલાક બાળકો આવે છે કે જેઓ તેમની પાસેથી પૈસા અને ખોરાક માંગવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

નેહા આ બાળકોને જોઈને પોતાની જાતને રોકી શકતી નથી અને તેના પર્સમાંથી પૈસા કાઢવા માંડે છે. નેહા બાળકોને 2000ની નોટ આપતી જોવા મળી રહી છે. નેહાએ બે બાળકોને 2-2 હજારની નોટો આપી અને તેઓને કહ્યું કે એકબીજામાં વહેંચી લેજો. નેહાનો આ વીડિયો પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો છે.

ચાહકો નેહાની આ ઉદારતાને જોઈને તેની પ્રશંસા કરી રહ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે તે ખૂબ નમ્ર સ્વભાવની છે. એકે લખ્યું કે તે કેટલી સુંદર લાગી રહી છે. આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે નેહા પૈસા આપ્યા બાદ પોતાની કાર તરફ આગળ વધી જાય છે. પછી એક મીડિયા પર્સન તેમની પાછળ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

જે નેહાને પૂછે છે કે તમારા લગ્ન ક્યારે થશે. આ સાંભળીને નેહા મોટેથી હસી પડી અને કોઈ જવાબ આપ્યા વિના આગળ વધી ગઈ. જણાવી દઇએ કે ગીતો ગાવા સિવાય નેહા એક્ટિંગ અને ડાન્સ પણ કરે છે. નેહાના ટિકટોક વીડિયો ખૂબ વાયરલ થાય છે. તાજેતરમાં નેહા અને આદિત્ય નારાયણનો એક મ્યુઝિક વીડિયો સામે આવ્યો છે જે ઘણો હિટ થયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.