મનોરંજન

શું લગ્ન પહેલા જ ગર્ભવતી બની ગઈ હતી નેહા કક્કર ? બેબી બમ્પ વાળી તસ્વીર જોઈને લોકો ઉઠાવી રહ્યા છે સવાલ

બોલીવુડની સુંદર ગાયિકા નેહા કક્કર પંજાબી સિંગર  રોહનપ્રિત સાથે લગ્નના બંધનમાં બાંધાઈ ગઈ છે. તેના લગ્નથી લઈને હનીમૂન સુધીની ઘણી તસવીરો સોશિયલ  મીડિયા ઉપર ખુબ જ વાયરલ થયેલી જોવા મળી, પરંતુ હાલ નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એવી તસ્વીર પોસ્ટ કરી જેમાં તે પ્રેગ્નેન્ટ હોય તેમ લાગી રહ્યું છે, હવે આ તસ્વીર જોઈને લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે.

નેહાએ એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ ઉપર પતિ રોહનપ્રિત સાથે પોસ્ટ કરી છે તેમાં રોહનપ્રિત નેહાને પાછળથી હગ કરીને ઉભેલો જોવા મળી રહ્યો છે. આ તસ્વીર જોતા જ એવું લાગે છે કે નેહા પ્રેગ્નેટ છે. સાથે જ તેને કેપશન પણ એવું લખ્યું છે કે કોઈને પણ આ વાત સાચી લાગે.

નેહાએ તસ્વીર પોસ્ટ કરવાની સાથે લખ્યું છે, “ધ્યાન રાખ્યા કર” આ સાથે જ નેહાએ પોતાની ખુશી વ્યક્ત કરતા બે ઈમોજી પણ પોસ્ટ કર્યા છે. તો નેહાની પોસ્ટ ઉપર રોહનની કોમેન્ટ જોઈને ચાહકોને વધારે શંકા જઈ રહી છે.

રોહને પણ આ તસ્વીરની અંદર કોમેન્ટ કરીને લખ્યું છે કે “હવે તો કંઈક વધારે જ ધ્યાન રાખવું પડશે નેહૂ” હવે ઘણા લોકોને એવી શંકા પણ જઈ રહી છે કે નેહા લગ્ન પહેલા જ ગર્ભવતી બની હશે. આ તસ્વીર પાછળનું શું રહસ્ય છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે, પરંતુ ચાહકોનો એ જાણવાનો ઉત્સાહ જરૂર વધી ગયો છે કે નેહા ખરેખર ગર્ભવતી છે કે નહીં?

નેહા થોડા સમય પહેલા જ ધ કપિલ શર્મા શોમાં પોતાના પતિ રોહનપ્રિત સાથે પહોંચી હતી. ત્યાં તેને જણાવ્યું હતું કે તેમની પહેલી મુલાકત ઓગસ્ટ મહિનામાં થઇ હતી અને ત્યારેથી જ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.

નેહાએ થોડા જ સમયમાં રોહનપ્રિત સાથે સગાઈ અને તરત જ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ રોહન અને નેહા હનીમૂન માટે દુબઇ પણ ગયા હતા, જ્યાંથી તેમને ઘણી તસવીરો શેર કરી હતી. નેહાના ઇન્સ્ટાગ્રામ ઉપર આ તસ્વીરોને ખુબ જ પસંદ પણ કરવામાં આવી હતી.આ પોસ્ટ પર જય ભાનુશાળી, સિંગર હર્ષદીપ કૌર, નેહાના ભાઈ ટોની કક્કર વગેરે જેવા ઘણા સેલેબ્સે કમેન્ટ કરીને કપલને અભિનંદન પણ આપી દીધા હતા. ટોનીએ લખ્યું, ‘હું મામા બની જઈશ.’
નેહા કક્કર-રોહન પ્રીત સિંહને માતા પિતા બનવા અંગે શુભેચ્છાઓ મળવા લાગી હતી. પરંતુ નેહા કક્કર વાસ્તવમાં પ્રેગ્નન્ટ હોય એવું નથી લાગતું, તેનું નવું ગીત આવી રહ્યું છે અને તેણે આ ગીતની સારી એવી પબ્લિસિટી કરવા માટે ગીતની આ તસવીર શૅર કરી હોય એવું માનવામાં આવી રહ્યું છે!!