ફિલ્મી દુનિયા

12 વર્ષ પહેલાં એક ઓરડાના મકાનમાં રહેતી હતી નેહા કક્કર, તસ્વીર શેર કરીને થઇ ભાવુક

બોલિવૂડ સિંગર નેહા કક્કરની આજે કોઈ ઓળખ આપવાની જરૂર નથી પડતી. તેના અવાજે તેને એક એવા સ્થાને પહોંચાડી દીધી છે કે જેનું સપનું દરેક વ્યક્તિ જોતું હોય. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકો સાથે ઘણી તસ્વીરો શેર કરતી રહે છે.

ત્યારે હવે એને કરેલી એક પોસ્ટના કારણે જ ચર્ચામાં આવી ગઈ છે. એનું કારણ છે નેહાના જૂના અને નવા મકાનની બે તસ્વીરો. આ તસ્વીરો શેર કરતાં નેહાએ તેના 12 વર્ષના સંઘર્ષની વાત ચાહકો સાથે શેર કરી.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા કક્કડ સિનેમાજગતમાં આવતા પહેલા એક રૂમના મકાનમાં ભાડે ઋષિકેશમાં રહેતી હતી. જો કે હવે તેની પાસે એક આલીશાન બંગલો છે. પોતાના એ જ જુના દિવસો યાદ કરીને નેહાએ ઇન્સ્ટાગ્રામ પર બે તસ્વીરો શેર કરી છે. એક તસ્વીર નેહાના જુના ઘરની છે જ્યાં નેહાએ જન્મ લીધો હતો તો બીજી તસ્વીર તેના બંગલાની છે. આ તસ્વીરો સાથે નેહાએ ભાવુક પોસ્ટ પણ લખી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહાએ લખ્યું – ‘આ એ બંગલો છે જે અત્યારે અમારો છે અને બીજું ઘર ઋષિકેશ જ્યા હું જન્મી હતી. એ ઘરમાં અમે કક્કડ પરિવાર એક જ રૂમમાં રહેતા હતા. ત્યાં મારી માએ એક ટેબલ રાખ્યું હતું જે અમારું રસોડું હતું. એ ઘર પણ અમારું પોતાનું ન હતું. એના માટે અમે ભાડું આપતા હતા. આજે જયારે પણ હું આ શહેરમાં પોતાના બંગલાને જોઉં છું તો હંમેશા ભાવુક થઇ જાઉં છું.’

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહાએ આગળ લખ્યું- ‘મારા પરિવારનો આભાર. માતા-પિતા અને માતા રાણી અને મારા શુભેચ્છકોનો પણ.’ ઘણા સ્ટાર્સ પણ નેહાની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેના સંઘર્ષ ભરેલા દિવસોથી તેની પ્રસિદ્ધિ મેળવવાના વખાણ કરી રહ્યા છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે નેહા સિનેમા જગતમાં આવતા પહેલા જાગરણમાં તેની બહેન અને ભાઈ સાથે ગાતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

‘ઇન્ડિયન આઇડલ’માં સ્પર્ધક તરીકેની આવ્યા પછી નેહાને સફળતા મળી અને તે પછી તે એક પછી એક સફળતાની સીડી પર ચઢતી ગઈ. નેહાએ સ્પર્ધક તરીકે ‘ઇન્ડિયન આઇડલ’માં ભાગ લીધા બાદ ‘નેહા ધ રોક સ્ટાર’ નામનું મ્યુઝિક આલ્બમ બહાર પાડ્યું હતું. તે વર્ષ 2008માં આવ્યું હતું. આ પછી નેહાએ સિનેમા જગતમાં કામ કરવાનું શરૂ કર્યું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.