ખબર ફિલ્મી દુનિયા

નેહા કક્કરે સ્વીકાર્યો 6 વર્ષ નાના રોહનપ્રિત સીંગ સાથેનો સંબંધ, ઇન્સ્ટાગ્રામ ઉપર લખ્યું: “તું મારો છે !!!”

આ 6 વર્ષ નાના છોકરા સાથે નેહા કક્કર પરણવા જઈ રહી છે, જુઓ તસ્વીરો

છેલ્લા કેટલાય દિવસથી બોલીવુડની ખુબ જ ખ્યાતનામ ગાયિકા નેહા કક્કરનાં લગ્નને લઈને ચર્ચાઓ જોર શોરથી ચાલી રહી છે. પરંતુ અત્યાર સુધી આ બંને તરફથી પોતાના સંબંધો કે લગ્નને લઈને કોઈ જાહેરાત કરવામાં નહોતી આવી, પરંતુ હવે નેહા કક્કરે પોતાના આ સંબંધો ઉપર મહોર મારી દીધી છે.

Image Source

નેહાએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની અને રોહનની તસ્વીર શેર કરી છે અને પોતાના દિલની વાત પણ આ પોસ્ટમાં જણાવી દીધી છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે બંને ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે અને જલ્દી જ લગ્ન કરવાના છે. હવે આ ચર્ચા ઉપર નેહાએ પોતે જ મહોર લગાવી છે.

Image Source

નેહાએ ઇન્સ્ટગ્રામ ઉપર એક તસ્વીર શેર કરી છે જેમાં તે સોફા ઉપર બેઠી છે અને રોહનપ્રિત નીચે બેઠો છે. નેહાએ પોતાના બંને હાથ રોહનના ખભા ઉપર રાખ્યા છે. આ તસ્વીરની સાથે નેહાએ લખ્યું છે કે “તું મારો છે !” તો આ પોસ્ટની અંદર નેહાએ બંનેના નામ મેળવી અને એક હેશટેગ પણ બનાવ્યું છે. #NehuPreet. માત્ર થોડા જ સમયમાં નેહાની આ પોસ્ટને લાખો લાઈક અને કોમેન્ટ આવી ગઈ છે. સાથે ચાહકો તેને શુભકામના પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

રોહનપ્રિત સિંહે વર્ષ 2007માં લોકપ્રિય રિયાલિટી શો “સા રે ગા મા પા લિલ ચેમ્પ”થી કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ રોહન વર્ષ 2018માં રાઇજિંગ સ્ટાર 2માં નજર આવ્યો. શોની અંદર તે ફર્સ્ટ રનરઅપ રહ્યો. આ જ બંને શો હતા જેને રોહનને ઓળખ અપાવી. રોહનની ઉંમર 26 વર્ષની છે. તેને બાળપણથી જ સંગીતની ટ્રેનિંગ શરૂ કરી હતી. તેના માટે તેના પિતાએ જ પ્રેરણા આપી હતી.

Image Source

સોશિયલ મીડિયા ઉપર રોહનપ્રિત અને નેહાની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોટો તેમની સગાઈની છે. આ તસ્વીરમાં રોહન કાઉચ ઉપર બેઠેલો છે. તેના હાથમાં ભેટ છે. આ તસ્વીરમાં રોહનના પેરેન્ટ્સ પણ બેઠેલા છે. ફેન ક્લબ પ્રમાણે આ તસ્વીર તેમની સગાઈમાં લેવામાં આવી હતી. નેહા અને રોહનપ્રીત તસ્વીરમાં એકબીજાનો હાથ પકડીને જોવા મળે છે. એક મીડિયા ન્યુઝ પ્રમાણે આ ફોટો ગયા મહિનાનો છે. નેહા અને રોહન આ મહિનાના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.