ખબર મનોરંજન

લગ્નના ચાર દિવસ પછી જ સોશિયલ મીડિયા ઉપર નેહા કક્કરે કહી દીધી આ મોટી વાત

બોલીવુડની ખ્યાતનામ ગાયિકા નેહા કક્કર પંજાબી ગાયક રોહનપ્રિત સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

Image Source

નેહાએ જ મિસિસ સિંહ લગાવીને પોતાના પરિણત હોવાની જાહેરાત કરી દીધી છે. નેહાએ પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાની પ્રોફાઈલમાં “નેહા કક્કર (મિસિસ સિંહ) લખી દીધું છે.

Image Source

નેહા અને રોહનપ્રિતના શનિવારના રોજ લગ્ન થયા. નેહાએ શાહી રીતિ રિવાજો સાથેની ઘણી તસવીરો પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે.

Image Source

નેહાને હાલમાં જ લગ્ન બાદ પોતાના પતિ રોહનપ્રિત સાથે મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવી હતી. લગ્ન બાદ આ કપલ દિલ્હીથી મુંબઈ આવ્યું. હતું બનેં હાથમાં હાથ લઈને હસતા દેખાઈ રહ્યા હતા.

Image Source

નેહા આ દરમિયાન લાઈટ બ્લુ રંગના સ્ટ્રિપ્ડ કો-આર્ડ આઉટફિટમાં જોવા મળી. તો તેના હાથની અંદર ચૂડો પહેરીને તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. તો રોહન આ દરમિયાન કેજ્યુઅલ લુકમાં દેખાયો હતો. તે સફેદ રંગના સ્વેટશર્ટ અને ભૂરા રંગના પતલુનમાં સ્પોટ થયો હતો.