મનોરંજન

નેહા કક્કડે કહ્યું કે- બોલીવુડમાં નથી મળતા ગીત ગાવાના પૈસા, કમાણીની બતાવ્યું અસલી રાઝ

બોલીવુડને ‘આંખ મારે’, ‘ઓ સાકી’, ‘કાલા ચશ્મા’ અને ‘દિલબર’ સહીત અન્ય ઘણા સુપરહીટ ગીત ગઈ ચુકેલી નેહા કક્ક્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને લઈને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

બૉલીવુડમાં ઘણા હિટ સોંગ્સ દેનારી નેહા કક્ક્ડ હાલમાં જ એક એવી વાત કરી છે સાંભળીને તમને શોક્ડ લાગશે. નેહાએ હાલમાં એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બોલીવુડમાં તેને ગાવાના પૈસા નથી મળતા. નેહાએ કહ્યું હતું કે, બૉલીવુડ તેને ગીત ગાવાના પૈસા નથી આપતી. તે લોકોએ લાગે છે કે, જો અમે કોઈ સુપરહિટ સોન્ગ ગાઈએ છીએ તો અમે શોથી પૈસા કમાઈ લઈએ છીએ.

નેહા કક્ક્ડ લાઈવ શો અને ટીવી શોમાં જજ તરીકે નજરે આવી ચુકી છે. થોડા સમય પહેલા નેહા કક્ક્ડ ઇન્ડિયન આઇડલ શો ને જજ કરતી નજરે ચડે હતી. આ દરમિયાન તેની અને આદિત્ય નારાયણના લગ્નની ચર્ચાએ ઘણું જોર પકડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

થોડા દિવસ પહેલા નેહાએ ઋષિકેશ સ્થિત બંગલાની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર શેર કરતા નેહાએ લખ્યું હતું કે આ અમારો બંગલો છે જે ઋષિકેશમાં છે. બીજી તસ્વીર તે ઘરની છે જ્યાં મારો જન્મ થયો હતો. આ ઘરમાં અમારો કક્ક્ડ પરિવાર રહેતો હતો. જ્યાં મારી માતાએ એક ટબ લગાવ્યું હતું. તો નાના રૂમમાં અમારું રસોડું હતું. તે રૂમ પણ અમારો ના હતો. અમે તેનું ભાડું દેતા હતા. હું જયારે પણ તે શહેરમાં અમારો બંગલો જોવ છું ત્યારે ભાવુક થઈ જાવ છું. મારા પરિવાર, ભગવાન અને ફેન્સનો તેના માટે આભાર.

નેહા કક્કડના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો નેહા રૈપર યો યો હનીસિંહ સાથે એક ગીત માસિકો સૂકામાં તેનો અવાજ દેશે. આ ગીત પંજાબી ણ રુશી ભાષાનું મિશ્રણ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.