બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નેહા તેની તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં જ નેહાએ તેની હોટ અને બોલ્ડ તસ્વીર શેર કરી છે જે ફેન્સને ઘણી પસંદ આવી છે.

આ તસ્વીરમાં નેહાનો બોલ્ડ અંદાજ સાફ નજરે આવી રહ્યો છે. નેહાએ અલગ-અલગ પોઝમાં તસ્વીર શેર કરી છે.

નેહાની તસ્વીર પર સેલેબ્સ કમેન્ટ કરી રહ્યા છે. રોહનપ્રિત સિંહે લખ્યું હતું કે, તું બધાથી અલગ છે, નેહા આગ છે. ગૌહર ખાને કમેન્ટ કરી હતી, હોટી.

નેહાની તસ્વીર પર ફેન્સ હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરી રહ્યા છે. આ લખાઈ છે ત્યાં સુધીમાં 12 લાખથી વધુ લાઇક્સ મળી ચુકી છે.

જણાવી દઈએ કે, હાલમાં જ નેહા કક્કરનું નામ પશ્ચિમ બંગાળ સ્થિત માલદ જિલ્લાની એક કોલેજના મેરીટ લિસ્ટમાં ટોપ પર આવ્યું હતું.

આ મામલે માલદા જિલ્લાના માનિકચક કોલેજના પ્રિન્સિપલ અનિરુદ્ધ ચૌધરીએ જણાવ્યું હતું કે, પહેલું મેરીટ લિસ્ટ જાહેર થયા બાદ ભૂલ સુધારવા માટે એક ફ્રેશ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

આ સાથે જ કહ્યું હતું કે, અમે સાઇબર ક્રાઇમ સેલ ઓફ વેસ્ટ બંગાળ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. આ કોઈએ બદમાશી કરી છે જેને મેરીટ લિસ્ટમાં સેલેબ્સનું નામ ઉમેરીને હાયર એજ્યુકેશન સિસ્ટમને ખરાબ કરી છે.

જણાવી દઈએ કે, હાલમાં જ નેહા કક્કરએ તેના ભાઈ ટોની કક્કર સાથે મળીને ‘ભીગી-ભીગી’ સોન્ગ રિલીઝ કર્યું હતું. આ ગીત રિલીઝ થતા જ યૂટ્યૂબ પર ધમાલ મચી ગઈ હતી.

જણાવી દઈએ કે, નેહા કક્કર કાલા ચશ્મા, દિલબર, ગર્મી, આંખ મારે, સેકન્ડ હેન્ડ જવાની, કોકા કોલા જેવા ગીતને લઈને ચર્ચામાં આવી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.