મનોરંજન

નેહા કક્કર પાસેથી શીખો..બાથટબમાં એવું ફોટો શૂટ કરાવ્યું કે બધાની આંખો પહોળી થઇ ગઈ

બોલીવુડની ખુબ જ લોકપ્રિય ગાયક નેહા કક્ક્ડ અવાવરુ નવાર ચર્ચામાં આવતી હોય છે. અને હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે. તેને હાલમાં જ એક ફોટોશૂટ કર્યું છે અને આ ફોટોશૂટમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

નેહા ખુબ જ લોકપ્રિય ગાયક છે તેના ગીતોના લીધે ખુબ જ વખણાય છે પણ સાથે સાથે તેની ફેશનને લઈને પણ તે ખુબ જ વખણાય છે. નેહા સ્ટાઇલના મામલામાં પણ ઘણી આગળ છે. તેની સ્ટાઇલ અને દેખાવ બોલીવુડની અભિનેત્રીઓને પણ પાછળ મૂકી દે દેવો છે.

સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેનારી નેહા કક્કડે હાલમાં જ એક ફોટોશૂટની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરોમાં નેહા ખુબ જ સુંદર દેખાઈ રહી છે.આ તસ્વીરોમાં નેહાએ બેબી પિન્ક રંગનું સુંદર ગૌણ પહેર્યું છે. અને બાથટબમાં બેઠેલી નજર આવે છે.

આ ફોટોમાં તે ખુબ જ સુંદર દેખાય છે. નેહાએ આ ફોટોમાં લાઈટ મેકઅપની સાથે ગુલાબી રંગની લિપસ્ટિકનો ઉપયોગ કર્યો છે. નેહાએ પોતાના વાળના વચ્ચેના ભાગને પણ થોડા કર્લી કરેલા જોવા મળે છે.

પરંતુ આ બધામાં ધ્યાન ખેચ્નારું હતું નેહાનું આઈ મેકઅપ, તેને પોતાના આઈ મેકઅપ ઉપર નવો અખતરો કર્યો છે. નેહા કક્કડે આઈ મેકઅપને પણ ડ્રેસ સાથે મેચ કરાવવા માટે સફેદ રંગનો ડાયમનાડ સ્ટોન લગાવ્યો છે. આંખોને લાઈટ આઈશેડોથી સંપૂર્ણ રીતે સજાવીને નેહાએ તેની આજુબાજુ ડાયમંડ સ્ટોન લગાવ્યા છે. તો બીજી આંખ ઉપર તેને કાજલ સાથે ડાયમનાડ સ્ટોન લગાવ્યો છે.

નેહા કક્કડે આ તસવીરો શેર કરતા સાથે કેપશનમાં જણાવ્યું છે કે જણાવ્યું હતું કે આ ફોટોશૂટ ગીત “જિનકે લિયે”દર્મીયાનનનું છે. આ ગીતના શૂટિંગ દરમિયાન નેહાએ આ ફોટોશૂટ કરાવ્યું હતું.