નેહા કક્ક્ડ હાલમાં ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે, ઇન્ડિયન આઈડલમાં જજની ભૂમિકા ભજવતી નેહા અને શોના હોસ્ટ આદિત્ય નારાયણની ચર્ચાઓ હજુ હમણાં જ થમી છે ત્યાં નેહાનું એક નવું જ રૂપ દુનિયા સામે આવેલું જોવા મળ્યું જેમાં નેહા એ એક પોસ્ટ કરીને પોતના એક્સ બોયફ્રેન્ડનું નામ લખ્યા વિના જ તેને ચેતવણી આપી દીધી છે.

નેહા કક્કડનો એક્સ બોયફ્રેન્ડ હિમાંશ કોહલીએ તેના અને નેહાના સંબંધોને લઈને કેટલાક ખુલાશા કાર્ય હતા, જેમાં હિમાંશ દ્વારા એક ઇન્ટરવ્યૂમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે તે અને નેહા લગ્ન પણ કરવાના હતા અને તેમની વચ્ચે બ્રેકઅપ પણ નેહાના કારણે જ થયું, નેહા જ આ સંબંધને આગળ વધારવા નહોતી માંગતી અને મારી ખામોશીના કારણે લોકોએ મને ખોટો પણ સમજી લીધો છે.

હિમાંશના આ ઇન્ટરવ્યૂ બાદ જ નેહાએ ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરીને હિમાંશનું નામ લીધા વિના જ તેને ચેતવણી આપી દીધી છે. નેહાએ પોસ્ટ દ્વારા લખ્યું છે કે: “ભગવાનની દયાથી હું સારું જીવન જીવી રહી છું અને ખુશ પણ છું, એ મારા સારા કામઅને સારા કર્મના કારણે! જે લોકો મારા વિશે ખોટું બોલે છે તે ખોટી રીતે અને પ્રખ્યાત થવા માટે જ બોલે છે. પહેલા પણ આ રીતે બોલ્યા છે અને મારી પાછળ પણ બોલે જ છે. ઓય, તમે તમારા કામના કારણે પ્રખ્યાત થાવ, મારુ નામ લઈને નહિ, મારું મોઢું ના ખોલાવશો, નહિ તો હું તમારી મા-બાપ અને બહેનની કરતૂતો પણ જાહેર કરી દઈશ, જે લોકોએ મારુ નામ લીધું છે મને કહ્યું છે એ લોકોને હું ધમકી આપું છું કે હવે મારું નામ ક્યાંય પણ વાપરે નહીં, અને દુનિયા સામે બિચારા બનીને પણ ના આવે કે ના મારી સામે વિલન બનીને આવે.”
View this post on Instagram
નેહા કક્કડની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે, ઘણા લોકો આ પોસ્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.