8 વર્ષના નાના પતિએ નેહા કક્કરને બરાબરની ધોઈ નાખી એવો માર માર્યો, ફેન્સ બોલ્યા: નાટક કંપની જુઓ વીડિયો
નેહા કક્કર અને રોહનપ્રીત સિંહની જોડીને ચાહકો ઘણી પસંદ કરે છે. નેહા એક ફેમસ સિંગર છે તેણે ઘણા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. રોહનપ્રીત પણ એક સિંગર છે. તમને જણાવી દઇએ કે, નેહા અને રોહનપ્રીતના લગ્નને હજી તો 6 મહિના થયા છે અને આ વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ બંને ઝઘડતા અને મારપીટ કરતા જોવા મળી રહ્યા છે.
નેહાએ એક વીડિયો શેર કર્યો છે, જે ચેંકાવનારો છે.નેહાએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને શેર કર્યો છે. વીડિયોમાં તેઓ બંને હાથાપાઇ કરતા અને ઝઘડતા જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં કપલને આવી રીતે જોઇ ચાહકો પણ હેરાન છે, પરંતુ આમાં કોઇ હેરાનીની વાત નથી. આ વીડિયો કપલના નવા ગીતના પ્રમોશનનો હિસ્સો છે.નેહાએ થોડા સમય પહેલા જ શેર કરેલા આ વીડિયોમાં લાખોની સંખ્યામાં લાઇક્સ આવી ચૂક્યા છે. નેહાના આ વીડિયોને અત્યાર સુધીમાં અઢી લાખથી પણ વધુ લોકોએ લાઇક કર્યો છે.
સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક ચાહકે તો લખ્યુ કે, લગ્ન બાદના હાલાત. તો ત્યાં એક અન્ય યુઝરે લખ્યુ કે, તમે લોકો આટલા ક્યુટ કેમ છો ?.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, નેહા કક્કરનું નવું ગીત Khad Tainu Main Dassa રીલિઝ થવા જઇ રહ્યુ છે જેમાંં તે રોહનપ્રીત સિંહ સાથે જોવા મળશે. નેહાએ હાલમાં જ આ ગીતનું પોસ્ટર શેર કર્યુ હતુ, જેેને ચાહકોએ ભરપૂર પ્રેમ આપ્યો હતો.
View this post on Instagram