પોતાની ગાઈકીથી દર્શકોના દિલોમાં રાજ કરનારી બોલીવુડની ફેમસ સિંગર નેહા કક્ક્ડ હંમેશા ચર્ચાનો વિષય બનેલી રહે છે. અમુક દિવસો પહેલા જ નેહાએ રોહનપ્રિત સિંહ સાથે લગ્ન કર્યા હતા, લગ્નના ભવ્ય સમારોહની તસ્વીરો પણ સામે આવી હતી.

એવામાં નેહા કક્કડે એકવાર ફરીથી ઇન્ડિયન આઇડલ 2020ની શૂટિંગ શરૂ કરી દીધી છે. હંમેશાની જેમ આ વખતે પણ જજની ખુરશી પર નેહા કક્ક્ડ, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની છે. ત્રણે જજ સેટ પર ખુબ મસ્તી કરતા પણ જોવા મળે છે.

એવો જ એક વીડિયો સેટ પરનો સામે આવ્યો છે, જેમાં ત્રણે જજ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા અને રેમ્પ વૉક કરી રહ્યા હતા. એવામાં અચાનક જ નેહાના હાથમાં ઇજા થઇ ગઈ અને તે હાથ પકડીને બેસી જાય છે.

હિમેશ ઍક્ટના દરમિયાન સિઢીઓ પરથી કૂદી રહ્યા હતા કે અજાણતા હિમેશને લીધે નેહાના હાથમાં વાગી જાય છે. આ વિડીયો નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. વીડિયોમાં નેહાને હાથમાં વાગાવાનો પ્રતિભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. નેહાએ વિડીયો શેર કરીને લખ્યું કે,”આ અમારો સૌથી ફની અને ક્યૂટ વિડીયો છે”.અને નેહાએ હિમેશ અને વિશાલને પણ ટેગ કર્યા છે.

જાણકારીના પ્રમાણે તમને કહીએ તો 19 ડિસેમ્બરના રોજ આ શોની પ્રીમિયર નાઈટ છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં નેહા અને આદિત્ય નારાયણનો ડાન્સ પરફોર્મેન્સ પણ હશે.
જુઓ નેહા કક્ક્ડનો વિડીયો…
View this post on Instagram