નેહા કક્કડે પોતાના નવા ગીતનું પ્રમોશન ખુબ જ અલગ અંદાજમાં કર્યું, તેને પહેલા તો પોતાના બીબી બમ્પની તસ્વીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી અને ટાયરબાદ તેના પતિ રોહને પણ તેમાં એવી કોમેન્ટ કરી કે તેમના ચાહકોને લાગી રહ્યું હતું કે નેહા ખરેખર પ્રેગ્નેટ છે. પરંતુ આ વાતનો ખુલાસો થોડી જ વર્મા થઇ ગયો કે નેહા પ્રેગ્નેટ નથી પરંતુ તેના આવનારા ગીત “ખયાલ રખિયા કર”નું પ્રમોશન ચાલી રહ્યું હતું.
View this post on Instagram
હવે નેહા કક્કડે પોતાના આ ગીત દરમિયાન જ બેબી બમ્પ સાથેનો એક નવો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે પાણીપુરી ખાઈ રહી છે અને સાથે જ તેના પતિને તે કહેતા જોવા મળે છે કે “ઓહ.. કિક મારા..” આ વીડિયોને રોહને પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે અને સાથે લખ્યું છે કે “હમણાં જ મારી વાત થઇ એની સાથે.. મેરે બાબુ કો કિક માર રહા હે”. નેહા કક્ક્ડ અને રોહનપ્રતિનું “ખયાલ રખિયા કર” ગીત પણ હવે રિલીઝ થઇ ગયું છે. જે દર્શકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યું છે.
View this post on Instagram
આ વીડિયોની અંદર બે પ્રેમીઓની પ્રેમ કહાની બતાવવામાં આવી છે. જેમાં ઈમોશનલ એંગલ પણ ઉમેરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્ન બાદ નેહા પ્રેગ્નેટ થઇ જાય છે અને એક કાર અકસ્માતમાં રોહનનું મૃત્યુ થઇ જાય છે. તો નેહા પોતાના દીકરાને એકલા જ મોટો કરે છે અને તે તેના પિતાની જ હમશકલ બતાવવામાં આવે છે.
View this post on Instagram
નેહા અને રોહનના આ ગીતની અંદર બાળપણથી લઈએં ઘડપણ સુધીની સફર બતાવવામાં આવી છે.