નેહા ધૂપિયાએ બાળકને દૂધ પીવડાવતા શેર કરી તસવીર, ઓહોહો હિમ્મત તો જુઓ

બોલિવુડ અભિનેત્રી નેહા ધૂપિયા કેટલાક દિવસ પહેલા જ તેના બીજા બાળકની માતા બની છે. નેહાએ દીકરાને જન્મ આપ્યો હતો. હંમેશા સોશલ કોઝ માટે અવેરનેસ ફેલાવવા વાળી નેહા ધૂપિયા છેલ્લા ઘણા સમયથી બ્રેસ્ટફીડિંગ માટે જાગરૂકતા જગાવવાની કોશિશ કરી રહી છે. હવે નેહાએ તેના દીકરાને બ્રેસ્ટફીડિંગ કરાવતા એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. નેહા ધૂપિયાએ હાલમાં સોશિયલ મીડિયા પર પોતાની એક લેટેસ્ટ તસવીર શેર કરી છે, જે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

નેહા ધૂપિયાએ જે તસવીર શેર કરી છે તેમાં તે તેના નાના દીકરાને ટીશર્ટમાં રાખી દૂધ પીવડાવી રહી છે. આ સાથે જ નેહા ધૂપિયાએ કેપ્શનમાં ફીડિંગની આઝાદીની વાત કરી છે. નેહા ધૂપિયાએ વર્ષ 2018માં દીકરી મહેરને જન્મ આપ્યો હતો. તે બાદ જ નેહા ધૂપિયાએ બ્રેસ્ટફીડિંગ માટે અવેરનેસ કૈંપેન ચલાવવાનું શરૂ કર્યુ હતુ. તસવીરમાં નેહા ગ્રે કલરની ટી શર્ટમાં તેના દીકરાને રાખી દૂધ પીવડાવતી જોવા મળી રહી છે.આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યુ છે- #freedomtofeed.

તમને જણાવી દઇએ કે, અંગદ બેદી અને નેહા ધૂપિયાએ 10 મે 2018ના રોજ સિખ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. અંગદ બેદીએ સોશિયલ મીડિયા પર જુલાઇ મહિનામાં નેહા ધૂપિયાના બીજીવાર પ્રેગ્નેટ હોવાની જાણકારી આપી હતી. 3 ઓક્ટોબર 2021ના રોજ અંગદ બેદીએ ઇન્સ્ટાગ્રામ પર દીકરાના જન્મની ખબર ચાહકો સાથે શેર કરી હતી.

નેહાએ દીકરાના જન્મના 7 દિવસ બાદ પહેલીવાર ન્યૂ બોર્ન બેબીની તસવીર 11 ઓક્ટોબરના રોજ શેર કરી હતી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ તસવીરોમાં એક તસવીરમાં નેહા તેના બેબી બોયને ખોળામાં લેતી જોવા મળી હતી. બાકી તસવીરોમાં નેહા અને અંગદ હોસ્પિટલ સ્ટાફ સાથે જોવા મળ્યા હતા. આ સાથે જ નેહાએ હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો અને બીજીવાર માતા બનવાની ખુશીને લઇને લાંબી પોસ્ટ શેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નેહા ધુપિયાની પહેલી પ્રેગ્નેંસી ઘણી ચર્ચામાં રહી હતી. નેહાએ લગ્ન પહેલા જ બાળકને કંસીવ કરી લીધુ હતુ. નેહા અને અંગદને આ બાદ ટ્રોલિંગનો શિકાર પણ થવું પડ્યુ હતુ. જો કે, બંનેએ આ મુદ્દે પોતાની વાત પણ રાખી હતી.

નેહા હાલમાં જ અપકમિંગ ફિલ્મ “સનક” માટે ડબિંગ કરતી જોવા મળી હતી. જાણકારી અનુસાર ફિલ્મને બેહજાદ ખંબાટાએ લખી છે. સાથે જ ફિલ્મનું નિર્દેશન પણ કર્યુ છે. ફિલ્મ કેટલીક અકલ્પનીય ઘટનાઓ પર આધારિત છે. આ એક્શન થ્રિલર ફિલ્મમાં નેહા ધૂપિયા સાથે વિદ્યુત જામવાલ પણ લીડ રોલમાં હશે.

 

View this post on Instagram

 

A post shared by Neha Dhupia (@nehadhupia)

Shah Jina