કાળા રંગની બિકીમાં વધેલુ પેટ બતાવતી જોવા મળી પ્રેગ્નેટ નેહા ધૂપિયા, પુલ કિનારે કરી રહી હતી આ કામ

સુપર મોડલ, અભિનેત્રી અને ટોક શો હોસ્ટ નેહા ધૂપિયા 41 વર્ષની ઉંમરે બીજીવાર માતા બનવા જઇ રહી છે. નેહા આ દિવસોમાં તેનો પ્રેગ્નેંસી પીરિયડ એન્જોય કરી રહી છે. તે તેની લાઇફના ખૂબસુરત સમયને જીવી રહી છે. નેહા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો અવાર નવાર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તે તેની પ્રેગ્નેંસી પીરિયડની પણ તસવીરો શેર કરતી રહે છે.

હાલમાં જ કેટલાક કલાક પહેલા નેહાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પુલ કિનારે ચિલ કરતી જોવા મળી રહી છે. નેહા આ દરમિયાન તેનો બેબી બંપ પણ ફ્લોન્ટ કરી રહી છે. તે બ્લેક ડ્રેસમાં ઘણી ખૂબસુરત અને બોલ્ડ લાગી રહી છે. આ તસવીરોમાં તેના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો ઘણો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

નેહાએ આ દરમિયાન વાળને ખુલ્લા રાખ્યા છે અને બ્લેક ગોગલ્સ કેરી કર્યા છે. જે તેના લુકને ચાર-ચાંદ લગાવી રહ્યા છે. ચાહકો નેહાની આ તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, કેટલાક દિવસ પહેલા જ અંગદ બેદીએ નેહા માટે સરપ્રાઇઝ બેબી શાવર પાર્ટી રાખી હતી અને આ પાર્ટીમાં સૌફ અલી ખાનની બહેન સોહા અલી ખાન સહિત કેટલાક મિત્રો સામેલ થયા હતા.

નેહાએ બેબી શાવર પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેેર કરી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર હવે નેહા 2-3 મહિનામાં જ તેના બીજા બાળકને જન્મ આપશે. પુલ કિનારે નેહાની તસવીરો જોઇ ચાહકો સાથે સાથે સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે. વધારે કમેન્ટમાં દિલ અને આગ વાળું ઇમોજી શેર કરવામાં આવેલુ છે. કેટલાક લોકો કમેન્ટમાં નેહાને હોટ મોમ, ગોર્જિયસ અને ફેબ કહી રહ્યા છે.

નેહા તસવીરોમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તે તસવીરોમાં બેબી બંપ ફ્લોન્ટ કરી રહી છે. પુલ કિનારે બેઠેલી નેહા ઘણી રિલેક્સ ફીલ કરી રહી છે. નેહા આ દિવસોમાં પતિ અંગદ બેદી સાથે ડિનર ડેટ પણ એન્જોય કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, નેહા ધૂપિયાએ વર્ષ 2018માં અચાનક અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા હતા. તે બાદ એ વાત સામે આવી હતી કે તે પ્રેગ્નેટ છે. જો કે, કપલે હંમેશા આ વાતને નકારી હતી. પરંતુ જયારે બેબી બંપ દેખાવા લાગ્યો તો તેની પ્રેગ્નેંસીની જાણ થઇ હતી. લગ્નના 6 મહીના બાદ જ નેહાના ઘરે કિલકારી ગુંજી હતી. નેહાએ નવેમ્બરમાં દીકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ તેમણે મહેર પાડ્યુ હતુ.

નેહાએ ઇન્સ્ટાગ્રામ પર તેની સેકેન્ડ પ્રેગ્નેંસીનું એલાન કર્યુ હતુ. તેણે એક ફેમિલી ફોટો શેર કર્યો હતો, જેમાં તેની સાથે દીકરી મહેર અને પતિ અંગદ બેદી જોવા મળ્યા હતા. ત્રણેયે કાળા રંગના આઉટફિટ્સ પહેર્યા હતા. જણાવી દઇએ કે, નેહા ફિલ્મોમાં ઓછી નજર આવે છે.

Shah Jina