નેહા ધૂપિયા પતિ અને દીકરી સાથે થઇ સ્પોટ, દીકરીના ક્યુટ લુકને જોઇ તમે પણ પ્રશંસા કર્યા વગર રહી નહિ શકો

એક જમાનામાં ઇમરાન હાશ્મી જોડે ગંદા ગંદા દ્રશ્યો ભજવનાર અભિનેત્રીએ ગર્ભાવસ્થામાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

અભિનેત્રી નેહા ધૂપિયા અને તેના પતિ અંગદ બેદી જલ્દી જ તેમના બીજા બાળકનું સ્વાગત કરવાના છે. તેઓ તેમના બીજા બાળકને લઇને ઘણા જ ઉત્સાહિત છે. કપલ બાળકના આવ્યા પહેલા જ સાથે સમય વીતાવી રહ્યા છે. નેહા ધૂપિયા, અંગદ બેદી અને તેમની ક્યુટ દીકરી મેહરને જાણિતા જ્યુસ બાર બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નેહા ધૂપિયા સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી, પરંતુ વખતે બધાનું ધ્યાન નેહા અને અંગદની દીકરી મેહર ખેંચી ગઇ.

મેહર તેની માતા નેહાની જેમ ઘણી સ્ટાઇલિશ લાગી રહી હતી. તેણે ખૂબ જ ક્યુટ આઉટફિટ કેરી કર્યો હતો. મેહર પપ્પાન ખોળામાં જોવા મળી હતી. તેણે ખૂબ જ પ્રેમાળ કલરના કોમ્બિનેશનનો આઉટફિટ પહેર્યો હતો. મેહરે પિંક કોટન ટી શર્ટ સાથે વ્હાઇટ ફ્રીલવાળો સ્કર્ટ મેચ કર્યો હતો. તેણે ટિંડિંડ ગ્લાસ પણ આંખ પર પહેર્યા હતા, જેને કારણે તેની આંખમાં તડકો ન આવે. પિંક ફ્રેમ વાળા ચશ્મામાં મેહર ખૂબ જ ક્યુટ લાગી રહી હતી.

નેહા અને અંગદ હંમેશાની જેમ સ્ટાઇલમાં જોવા મળ્યા હતા. અભિનેતાએ જોગર પેંટ્સ સાથે ટી શર્ટ પહેરી હતી અને આ લુકને તેણે સ્નીકર્સ, શેડ્સ અને ફેસ માસ્ક સાથે ફિનિશિંગ ટચ આપ્યો હતો. નેહાએ કોટન મેડ કુર્તા સેટ પહેર્યો હતો. આ પ્રિંટેડ સેટમાં અનઇવન હેમલાઇનનો સ્લીવલેસ કુર્તો હતો. આ નીચે તેણે પ્લાઝો પેંટ્સ પહેર્યુ હતુ.

નેહાએ તેના હાથમાં બ્રાઉન બ્રેસલેટ પહેર્યુ હતુ. જેની ડિઝાઇન ઘણી અલગ હતી. આ સાથે જ તેણે ઓરેન્જ બેગ પણ કેરી કર્યુ હતુ. જે ઓવરઓલ લુકમાં સ્ટાઇલ કોશંટ વધારી રહ્યુ હતુ. નેહાનો જે લુક હતો તે સ્ટાઇલિશ હોવાની સાથે સાથે કંફર્ટેબલ પણ હતો.

સુપર મોડલ, અભિનેત્રી અને ટોક શો હોસ્ટ નેહા ધૂપિયા 41 વર્ષની ઉંમરે બીજીવાર માતા બનવા જઇ રહી છે. નેહા આ દિવસોમાં તેનો પ્રેગ્નેંસી પીરિયડ એન્જોય કરી રહી છે. તે તેની લાઇફના ખૂબસુરત સમયને જીવી રહી છે. નેહા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો અવાર નવાર શેર કરતી રહે છે.

થોડા સમય પહેલા પહેલા નેહાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પુલ કિનારે ચિલ કરતી જોવા મળી રહી છે. નેહા આ દરમિયાન તેનો બેબી બંપ પણ ફ્લોન્ટ કરી રહી છે. તે બ્લેક ડ્રેસમાં ઘણી ખૂબસુરત અને બોલ્ડ લાગી રહી છે. આ તસવીરોમાં તેના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો ઘણો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, કેટલાક દિવસ પહેલા જ અંગદ બેદીએ નેહા માટે સરપ્રાઇઝ બેબી શાવર પાર્ટી રાખી હતી અને આ પાર્ટીમાં સૌફ અલી ખાનની બહેન સોહા અલી ખાન સહિત કેટલાક મિત્રો સામેલ થયા હતા.

નેહાએ બેબી શાવર પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેેર કરી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર હવે નેહા 2-3 મહિનામાં જ તેના બીજા બાળકને જન્મ આપશે. પુલ કિનારે નેહાની તસવીરો જોઇ ચાહકો સાથે સાથે સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે. વધારે કમેન્ટમાં દિલ અને આગ વાળું ઇમોજી શેર કરવામાં આવેલુ છે. કેટલાક લોકો કમેન્ટમાં નેહાને હોટ મોમ, ગોર્જિયસ અને ફેબ કહી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નેહા ધૂપિયાએ વર્ષ 2018માં અચાનક અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા હતા. તે બાદ એ વાત સામે આવી હતી કે તે પ્રેગ્નેટ છે. જો કે, કપલે હંમેશા આ વાતને નકારી હતી. પરંતુ જયારે બેબી બંપ દેખાવા લાગ્યો તો તેની પ્રેગ્નેંસીની જાણ થઇ હતી. લગ્નના 6 મહીના બાદ જ નેહાના ઘરે કિલકારી ગુંજી હતી. નેહાએ નવેમ્બરમાં દીકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ તેમણે મહેર પાડ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by HUNGAMA (@hungamastudio)

Shah Jina