જુલી ફિલ્મમાં એકથી એક ચડિયાતા ગંદા દ્રશ્યો આપનાર દિગ્ગજ અભિનેત્રીની ઘરે ગુંજશે કિલકારી- જુઓ PHOTOS
ફિલ્મ એક્ટ્રેસ નેહા ધૂપિયા બીજીવાર પ્રેગ્નેટ છે. તેના પતિ અંગદ બેદીએ નેહા માટે એક સરપ્રાઇઝ બેબી શાવર પાર્ટી રાખી હતી. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ બેબી શાવરમાં નેહા ધૂપિયાના ગેટઅપએ બધાનું દિલ જીતી લીધુ હતુ. નેહાના બેબી શાવર માટે અંગદે નેહાના ખાસ મિત્રોને ઇનવાઇટ કર્યા હતા.
નેહા આ તસવીરોમાં ઘણી ખુશ જોવા મળી રહી છે. આ પાર્ટીની બધી તૈયારીઓ પોતે અંગદ બેદીએ કરી હતી અને જેેની જાણ નેહાને થવા દીધી ન હતી. આ ખાસ અવસર પર કેક પણ ખૂબ શાનદાર અને ખૂબસુરત હતી.ત્યાં નેહા પર્પલ આઉટફિટમાં ઘણી ખૂબસુરત લાગી રહી હતી. આ પાર્ટીમાં નેહાના મિત્રો અને પરિવારના લોકો સામેલ થયા હતા.
નેહાની આ ગોદભરાઇની રસ્મમાં કરીના કપૂર ખાનની નણંદ સોહા અલી ખાન પણ પહોંચી હતી. બધાએ મળીને ખૂબ તસવીરો ક્લિક કરાવી હતી. પતિ પાસેથી મળેલ આ સરપ્રાઇઝ બાદ નેહા અંગદ બેદી પર પ્રેમ લૂંટાવતી પણ જોવા મળી હતી. 40 વર્ષિય નેહા ધૂપિયાએ સોશિયલ મીડિયા પર ખુશખબરી શેર કરી હતી કે તે બીજીવાર માતા બનવા જઇ રહી છે.
તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની બીજી પ્રેગ્નેંસીનું એલાન કર્યુ હતુ. નેહાએ પેરેન્ટ્સ સાથે વાળી પણ એક તસવીર શેર કરી હતી અને લખ્યુ હતુ કે, સૌથી પ્રેમાળ સરપ્રાઇઝ… સૌથી શાનદાર પળ, હું આ વાતને કબૂલ કરુ છુ કે આનાથી મોટુ સરપ્રાઇઝ મને કયારેય મળ્યુ નથી. બેબીની રાહ જોવાય છે.
તમને જણાવી દઇએ કે, નેહા ધૂપિયાએ અચાનક વર્ષ 2018માં અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા. તે બાદ એ વાત સામે આવી હતી કે તે પ્રેગ્નેટ છે. પરંતુ કપલે હંમેશા આ વાતને નકારી, જો કે, જયારે બેબી બંપ દેખાવા લાગ્યો તો તેમણે એ વાત માની કે તે લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઇ ગઇ હતી.
તમને જણાવી દઈએ કે નેહા અને અંગદે 19 જુલાઈના રોજ તસવીરો શેર કરી અને માતા પિતા બનવાની ખુશી પોતાના ચાહકો સાથે શેર કરી હતી. તસ્વીરોની અંદર નેહા, અંગદ અને દીકરી મહેર નજર આવ્યા હતા.
થોડા દિવસ પહેલા નેહાએ તેના પ્રેગ્નેન્સી શૂટનો વીડિયો પણ શેર કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થયો હતો. નેહાએ બ્લેક રંગનો લેન્થ ડ્રેસ પહેરી રાખ્યો હતો. આ ડ્રેસમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.
View this post on Instagram