ખબર ફિલ્મી દુનિયા

આદિત્ય નારાયણે શ્વેતા સાથે શેર કરી તસ્વીર, નેહા કક્કડે કરી આવી કમેન્ટ

સિંગર આદિત્ય નારાયણે પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે 1 ડિસેમ્બરના રોજ ફેરા લીધા હતા અને એકબીજાના જીવનસાથી બનાવી લીધા. લગ્નની તસ્વીરો અને અમુક વિડીયો પણ સામે આવ્યા હતા જેમાં તેઓ ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા.

Image Source

લગ્નના એક બે દિવસ પહેલા જ આદિત્યએ થનારી ભાવી પત્ની શ્વેતા સાથેની સુંદર તસ્વીર પોસ્ટ કરી હતી જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી અને દર્શકોની સાથે સાથે બોલિવુડ અને સંગીત જગતના ઘણા દિગ્ગજ લોકોએ તેમને લગ્નની શુભકામનાઓ આપી હતી.

Image Source

આ તસ્વીરમાં આદિત્યએ બ્લુ કુર્તો પહેરી રાખ્યો હતો જયારે શ્વેતાએ પીળા રંગની સાડી પહેરી હતી. બંન્નેએ એકબીજાને બાહોમાં ઘેરી રાખ્યા હતા અને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તસ્વીર શેર કરતા આદિત્યએ લખ્યું હતું કે,”શ્વેતાના લગ્ન”. આદિત્યની આ તસ્વીર પર સીંગર નેહા કક્ક્ડ પણ કમેન્ટ કરતા પોતાને રોકી શકી ન હતી.

Image Source

નેહાએ આદિત્ય-શ્વેતાની તસ્વીર પર કમેન્ટ કરતા લખ્યું કે,”બ્યુટીફૂલ”. જણાવી દઈએ કે શ્વેતા અગ્રવાલ એક બૉલીવુડ અભિનેત્રી છે અને ટીવી જગતથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. શ્વેતા બાબુલ કી દુવાએ લેતી જા, શગુન અને દેખો મગર પ્યાર મૈં જેવા શો માં કામ કરી ચુકી છે.