ખબર ફિલ્મી દુનિયા

નવા વર્ષની ઉજવણી કરવા નેહા કક્ક્ડ પહોંચી ગોવા, ગીત ગાતા ગાતા અને ડાન્સ કરતા કર્યું આ રીતે સેલિબ્રેટ, જુઓ વીડિયો

6 વર્ષ નાના પતિ જોડે નેહા નીકળી પડી ગોવા- જુઓ તસવીરો

બોલીવુડની ખુબ જ સુંદર ગાયિકા નેહા કક્ક્ડ આજકાલ તેના ગીતો કરતા વધારે લગ્નના કારણે ચર્ચામા છે, તેને પંજાબી સિંગર રોહનપ્રિત સાથે લગ્ન કરી લીધા છે, તેના લગ્નથી લઈને હનીમૂન સુધીની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. હેવ તેના નવા વર્ષની ઉજવણીની તસવીરો અને વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે.

નેહા અને તેનો પતિ રોહનપ્રિત નવા વર્ષની ઉજવણી કરવા માટે ગોવા પહોંચ્યા હતા. નેહાએ ગોવાની અંદર શાનદાર રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી. જ્યાં એક પાર્ટી દરમિયાન ચાહકો માટે ગીત પણ ગાતી નજરે આવી હતી. આ દરમિયાન નેહા તેના પતિ રોહનપ્રિત અને ભાઈ ટોની કક્ક્ડ સાથે મસ્તી કરતી પણ જોવા મળી હતી.

નેહા કક્કડે એક ફોટો શેર કરીને ચાહકોને નવા વર્ષની શુભકામનાઓ પણ આપી છે. નેહાએ શેર કરેલી તસ્વીરમાં તે પતિ રોહનપ્રિત સાથે નજર આવીઓ રહી છે, આ તસ્વીરમાં બંનેની સ્માઈલ પણ જોવા લાયક છે.

નેહાએ આ તસ્વીર શેર કરવાની સાથે લખ્યું છે “ખુબ જ સુંદર લોકો, તમને બધાને નવા વર્ષની બહુ જ બધી શુભકામનાઓ” નેહાના નવા વર્ષની ઉજવણીની તસવીરો અને વીડિયો ઘણા જ વાયરલ થઇ રહ્યા છે.

નેહાના વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર તે ગીત ગાતા અને સાથે ડાન્સ કરતા પણ જોવા મળી રહી છે. આ પાર્ટીની અંદર નેહાએ પોતાના ભાઈ ટોની કક્ક્ડ સાથે મળીને ગોવા વાલે બીચ પર સોન્ગ પણ ગાયું હતું.