અજબગજબ

આ છોકરીએ લંડનની નોકરી છોડીને ભારતમાં આવી શરૂ કરી ખેતી, આજે કમાય છે વર્ષના 60 લાખ રૂપિયા

આજે મોટાભાગના લોકોની નોકરી આ કોરોના મહામારીના કારણે છૂટી ગઈ છે, ઘણા લોકો આ પહેલા પણ વિદેશ જઈને સારું ધન કમાવવા માંગતા હતા. પરંતુ ઘણા એવા પણ લોકો છે જે વિદેશની ધરતી ઉપર લાખો રૂપિયાની નોકરી છોડીને ભારતમાં આવી ખેતી કરવાનું વિચારે છે. આવું જ કંઈક કર્યું છે આગ્રામાં રહેવા વાળી નેહા ભાટિયાએ. તેને પોતાની લંડનની નોકરી છોડીને ભારતમાં આવી ખેતી કરવાનો નિર્ણય કર્યો.

Image Source

નેહા ભાટિયાએ 2014માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી માસ્ટર કર્યું હતું. અને લંડનમાં જ નોકરીની શરૂઆત કરી હતી. એક વર્ષ સુધી તેને લંડનમાં જ રહીને નોકરી કરી. પરંતુ એકવર્ષ બાદ તે ભારત પરત આવી ગઈ.

ભારત આવીને તેને વર્ષ 2017માં ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી. આજે તે ત્રણ જગ્યાએ ખેતી કરી રહી છે અને નિહાની ખેતી દ્વારા આવક એક જ વર્ષમાં 60 લાખ રૂપિયા જેટલી છે. આ સાથે જ ઘણા ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગની ટ્રેનિંગ આપીને પણ તેમનું જીવન બદલી રહી છે.

Image Source

31 વર્ષની નેહા એક વ્યવસાયિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. નેહા કહે છે કે “મેં બહુ જ પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે મારે બિઝનેસ કરવો છે, પરંતુ ફક્ત પૈસા કમાવવા માટે નહીં, પરંતુ તેનો સોશિયલ બેનિફિટ અને સોશિયલ ઈમ્પૅક્ટ પણ હોય. તેનાથી લોકોને પણ ફાયદો થવો જોઈએ. પરંતુ ત્યારે મેં ખેતી વિશે નહોતું વિચાર્યું.”

દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી સ્નાતક થયા પછી, નેહા એક સામાજિક સંસ્થામાં જોડાઈ. તેને રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓ ઉપર કામ કર્યું. ત્યારબાદ તે 2012 માં લંડન ગઈ હતી. જયારે તે વર્ષ 2015માં લંડનથી પરત ફરી ત્યારે એક સામાજિક સંસ્થા સાથે જોડાઈ ગઈ અને લગભગ બે વર્ષ સુધી કામ કર્યું.

Image Source

નેહા ઘણા ગામોમાં ગઈ અને લોકોને મળીને તેમની મુશ્કેલીઓને સમજી. નેહા કહે છે કે લોકોની તકલીફોથી ખબર પડી કે સૌથી મોટી સમસ્યા હેલ્દી ફૂડ છે. ફક્ત શહેર જ નહીં પરંતુ ગામના લોકોને પણ યોગ્ય ખોરાક નથી મળી રહ્યો.  તેવામાં નેહાએ 2016માં ક્લીન ઇટીંગ મૂવમેન્ટ શરૂ કરવાની યોજના બનાવી, જેથી લોકોને યોગ્ય અને શુદ્ધ ખોરાક મળી શકે. તેને લઈને સંશોધન પણ શરૂ કર્યું. ઘણા નિષ્ણાતોને પણ મળી. બધા જ લોકોએ કહ્યું કે જો યોગ્ય ખાવું હશે તો યોગ્ય ઉગાવવું પડશે. જો અનાજ અને શાકભાજી જ કેમિકલ વાળું હશે તો તેનાથી બનેલું ખાવાનું પણ ઠીક નહીં હોય શકે.

Image Source

એવામાં નેહાએ ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કરવાની યોજના બનાવી. પરંતુ તેને ખેતીની સામાન્ય જણકારી પણ નહોતી. ફાર્મિંગ શરૂ કરતા પહેલા તેને ઘણા ગામોમાં જઈને 6-7 મહિના સુધી ખેતી વિશેની જાણકારી લીધી. ત્યારબાદ તેને નોયડામાં આવેલી પોતાની બે એકર જમીનની અંદર ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરી. ફાર્મિંગ દરમિયાન નેહાનો શરૂઆતનો સમય નિરાશાજનક રહ્યો. પરંતુ બીજીવાર ખેતીમાંથી સારી ઉપજ મળી. ત્યારબાદ તેને પોતાના ઓર્ગેનિક ઉત્પાદકોને પોતે જ બજારમાં લઈને ગઈ અને લોકોને મળીને એ ઉત્પાદકોના ફાયદા વિશે જણાવ્યું.

Image Source

નેહા કહે છે કે થોડા દિવસો પછી અમને સારો રિસ્પોન્સ મળવા લાગ્યો અને અમારું ક્ષેત્ર પણ વધવા લાગ્યું. નોયડા બાદ તેને મુજ્જફરનગર અને ભીમતાલમાં ખેતી કરવાની શરૂઆત કરી. હાલમાં નેહા 15 એકર જમીનની અંદર શાકભાજી અને ઓર્ગેનિક હર્બ ફાર્મિંગ કરી રહી છે. તેની ટીમમાં કુલ 20 લોકો કામ કરે છે. એટલું જ નહીં તેની સાથે મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાઈને ઓર્ગેનિક ફાર્મિંગની તાલીમ લઈ રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.