‘બિગ બોસ OTT’માં આ દિવસોમાં જ્યાં લડાઈ ઝઘડા થયા હતા અને અભિનેતા ઝીશાન ખાનને ઘરની બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. બીજી બાજુ રોમાંસનો પારો પણ ખૂબ ઝડપથી વધી રહ્યો છે.
જ્યાં એક તરફ શમિતા અને રાકેશ વચ્ચે મિત્રતા કરતાં વધુ કંઈક જોવા મળી રહ્યું છે. તેમજ ઘરમાં નવું કનેક્શન નેહા ભસીન અને પ્રતીક સહજપાલ વચ્ચે કંઈક ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
‘બિગબોસ ઓટીટી’માં આ વખતે ડ્રામા તો ભરપૂર છે સાથે સાથે ગ્લેમરનો ડોઝ પણ જોવા મળી રહ્યો છે. શોની સ્પર્ધક ગાયિકા નેહા ભસીન પહેલેથી જ તેના કનેક્શન પ્રતીક સહજપાલ સાથે ચર્ચામાં છે. હવે શોની અંદર તેનો બિકી અવતાર જોઈને લોકોની આંખો ખુલ્લી રહી ગઈ છે.
‘બિગબોસ ઓટીટી’માં નેહા ભસીન સફેદ બિકીમાં સ્વિમિંગ કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે પ્રતિક સાથે વાત કરતી પણ જોવા મળી હતી. નેહા ભસીન સુંદર દેખાતી હતી અને સ્ટાઇલમાં તેના ફિગરને ફલોન્ટ કરી રહી હતી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
નેહાની આ તસવીરો પર યૂઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું કે ‘નેહાનો પતિ હવે 24 કલાક શો જોતો રહેશે, બિચારો નેહાનો પતિ’. એક યુઝરે લખ્યું, ‘માત્ર પ્રતીકને જ આમાં રસ છે, કોઈ આ સીન જોવા નથી માંગતું.’ મોટાભાગના યુઝર્સે નેહા પર નેગેટિવ કૉમેન્ટ્સ કરી હતી.
જણાવી દઈએ કે નેહા અને પ્રતિક વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ થઇ ગઈ છે. બંને વચ્ચે ફ્લર્ટ કરતા પણ જોવા મળ્યા હતા. થોડા સમય પહેલા નેહા અને પ્રતીક ઘરના ‘બોસ મેન’ અને ‘બોસ લેડી’ તરીકે ચૂંટાયા હતા. આ માટે તેમને ખુંખાર ભેડિયા ટાસ્ક પરફોર્મ કર્યું હતું જેમાં સ્પર્ધકોએ બ્લોક્સમાંથી પિરામિડ બનાવ્યું હતું. અને બીજા કેન્ટન્ડરના સભ્યોને પિરામિડ તોડવાનું હતું. આ માટે ચાર રાઉન્ડ હોય છે.
પ્રતીકથી પહેલા નેહા મિલિંદ ગાબા જોડે કનેક્શન હતું. જ્યારે ‘બિગબોસ’ તરફથી કનેક્શન બદલવાની ઓફર આવી ત્યારે નેહાએ પ્રતિકને પસંદ કર્યો હતો. આ પછી નેહા અને મિલિંદ વચ્ચે અણબનાવ પણ શરૂ થઇ ગયો હતો.