દુલ્હન બની આ પ્રખ્યાત અભિનેત્રી બોયફ્રેન્ડ સાથે ગુપચુપ રીતે કર્યા લગ્ન, ફોટો શેર કરીને આપ્યા શુભ સમાચાર
હાલ દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે અને આખા દેશમાં ઉત્સવો જોવા મળી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે મનોરંજન જગતમાંથી પણ કેટલીક ખુશ ખબરી પણ સામે આવતી હોય છે, હાલ ઇન્ડસ્ટ્રીમાંથી પણ પાર્ટીઓને લઈને કેટલીક ખબરો સામે આવે છે, એની સાથે જ કેટલાક કલાકારો પણ લગ્ન અને સગાઈના બંધનમાં બંધાવવાની ખબરો પણ સામે આવતી હોય છે. હાલ એવી જ એક ખબર સામે આવી છે જેમાં ટીવી અભિનેત્રી લગ્નના બંધનમાં બંધાઈ છે.
બોયફ્રેન્ડ રેસ્ટી કંબોજ સાથે કર્યા લગ્ન :
ટીવી એક્ટ્રેસ યુટ્યુબર બનેલી નેહા બગ્ગાએ લગ્ન કરી લીધા છે. તેણીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ રેસ્ટી કંબોજ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. નેહાએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. તેઓએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં શિમલામાં લગ્ન કર્યા.
તસવીરો કરી શેર :
અભિનેત્રી અને તેના પતિએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા પેસ્ટલ રંગનો લહેંગા પહેરેલી જોવા મળી રહી છે, જ્યારે રેસ્ટીએ સફેદ રંગની શેરવાની પહેરેલી છે.
આ રીતે થયો હતો પ્રેમ :
બંનેની મુલાકાત 2019માં ફિલ્મના સેટ પર થઈ હતી. નેહા ફિલ્મની હિરોઈન હતી અને રેસ્ટી કો-સ્ટાર હતો. બંનેએ સાથે મળીને એક વીડિયો બનાવ્યો જે હિટ બન્યો. આ પછી તેણે ઘણા વીડિયો બનાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.
ચાહકોમાં ખુબ જ લોકપ્રિય છે જોડી :
તમને જણાવી દઈએ કે, નેહા અને રેસ્ટીની જોડી ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બંને ઈન્સ્ટાગ્રામ પર મનોરંજક વીડિયો બનાવે છે અને સોશિયલ મીડિયા સ્ટાર્સ પણ છે. નેહા ઘણા ટીવી શો અને ફિલ્મોમાં જોવા મળી છે. તે ‘રબ સે સોના ઇશ્ક’, ‘બની-ઇશ્ક દા કલમ’ જેવી સિરિયલોમાં જોવા મળી હતી. આ સિવાય તેણે ‘જંગલ’ અને ‘રીઝા’ ફિલ્મમાં કામ કર્યું છે.
ઈનફ્લુએન્સર છે પતિ :
રેસ્ટી કંબોજ એક જાણીતા સોશિયલ મીડિયા પ્રભાવક પણ છે. તે યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્લોગ, ટીખળ અને રમુજી વીડિયો બનાવીને તેના ચાહકોનું મનોરંજન કરે છે.