મનોરંજન

દુબઈના રસ્તાઓ ઉપર ખુલ્લી કારમાં મસ્તી કરતી જોવા મળી નેહા કક્કર, વિડીયો થઇ રહ્યો છે વાયરલ

પતિદેવ જોડે દુબઇની સડકો પર ખુલ્લી કારમાં કરી મસ્તી, પૈસા હોય તો શું ન થાય? જુઓ વિડીયો

બોલીવુડની ખ્યાતનામ ગાયિકા નેહા કક્કર હાલમાં જ પંજાબી ગાયક રોહનપ્રિત સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. નેહાના લગ્નથી લઈને અત્યાર સુધી ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહી છે. ત્યારે હાલમાં જ નેહા અને રોહનપ્રિતનો દુબઈની અંદર ખુલ્લી કારમાં મસ્તી કરતો વિડીયો વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by mansi makode (@neheartmansi) on

નેહા અને રોહન પોતાના હનીમૂન માણવા માટે દુબઇ પહોંચ્યા હતા. હાલમાં જ રોહને પોતાની દુબઇ હોટેલની રૂમમાંથી એક વિડીયો પણ શેર કર્યો હતો. ત્યારે હવે નેહા અને રોહન હનીમૂન દરમિયાન દુબઈના રસ્તાઓ ઉપર ખુલ્લી કારમાં ફરતા નજર આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) on

નેહા કક્કર અને રોહનપ્રીતનો ખુલ્લી કારની અંદર મસ્તી કરતો વિડીયો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોની અંદર નેહા પાછળની સીટ ઉપર બેસીને ખુબ મસ્તી કરી રહી છે. નેહા અને રોહનના આ વિડીયો ઉપર ચાહકો પણ ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ❤HIMANSHU (@neheart_himansh_) on

દેખાવની વાત કરવામાં આવે તો નેહા આ દરમિયાન ફ્લોરલ પ્રિન્ટ બ્લુ રંગની શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તો તેને ડ્રેસ મેચિંગ રેડ રંગની લિપસ્ટિક લગાવી છે. સાથે જ તેને વાળને પણ ખુલ્લા છોડી દીધા છે. જયારે રોહન બ્લેક જેકેટની સાથે લાલ રંગની પાઘડીમાં દેખાઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by mansi makode (@neheartmansi) on

નેહા અને રોહન 24 ઓક્ટોબરના રોજ દિલ્હીના એક ગુરુદ્વારામાં લગ્નના બંધને બંધાઈ ગયા છે. આ લગ્નની અંદર બંનેના નજીકના સંબંધીઓ અને કેટલાક ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. બધાએ બંનેને લગ્નની શુભકામનાઓ પણ આપી હતી.