મનોરંજન

નેહા કક્ક્ડ અને આદિત્ય નારાયણ બંધાઈ ગયા લગ્નગ્રંથીથી, જયમાલા પહેરાવતો વિડીયો મચાવી રહ્યો છે ધૂમ

છેલ્લા ઘણા સમયથી નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નની ચર્ચા ચાલી રહી છે. ઇન્ડિયન આઇડલ -11ના સેટ પર આ લગ્નની જાહેરાત કરવામાં આવી હતી. નેહા-આદિત્યના માતા-પિતા શગુન સાથે સેટ પર સંબંધ લઈને પહોંચ્યા હતા. બંનેના પરિવારજનોએ મળીને 14 ફેબ્રુઆરી લગ્નની તારીખ ફિક્સ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

આ ડેટ પર શોના જનન વિશાલ દદલાની અને હિમેશ રેશમિયાએ પર મહોર મારી હતી. પરંતુ હાલમાં ખબર મળી રહી છે કે આદિત્ય અને નેહાના ના લગ્ન થઇ ગયા છે. જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

નેહા અને આદિત્યના લગ્ન ઇન્ડિયન આઇડલ-11ના સેટ પર જ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નેહાએ પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો.તો આદિત્ય ક્રીમ કલરની શેરવાનીમાં નજરે આવ્યો હતો. બંને એકબીજાને હાર પહેરાવતા હોય સામે અગ્નિ કુંડ હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. શોના બધા સ્પર્ધક જાનૈયા બન્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

જણાવી દઈએ કે, આદિત્ય અને નેહાને લગ્નની શુભેચ્છા પાઠવવા હિમેશ રેશમિયાની પત્ની સોનિયા પણ ગિફ્ટ લઈને પહોંચી હતી. સોનિયાની પણ સેટ પરથી તસ્વીર વાયરલ થઇ રહી છે. આ એપિસોડ 14 ફેબ્રુઆરીએ ટેલિકાસ્ટ થશે.


જણાવી દઈએ કેમ આ બધો સ્ટન્ટ શોની ટીઆરપી વધારવા માટે કરવામાં આવ્યો હતો. નેહા અને આદિત્યના લગ્નના સ્ટન્ટને લઈને શોને જબરદસ્ત ટીઆરપી મળી રહી છે. દરેક એપિસોડમાં કોઈને કોઈ રસમ દેખાડવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

તો બીજી તરફ નેહા અને આદિત્ય એક બીજા સાથે ફ્લર્ટ કરતા પણ નજરે ચડે છે. નેહા અને આદિત્યના ફેન્સ લગ્નને સાચા માનવા લાગ્યા હતા. જે પર આદિત્ય નારાયણના પિતા ઉદિત નારાયણે પણ સફાઈ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

હાલમાં જ ઉદિત નારાયણે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આદિત્ય અમારો એકમાત્ર દીકરો છે. તેના લગ્નની અમે આતુરતા પૂર્વક રાહ જોઈએ છીએ. તેના લગ્નની અફવાહ જો સાચી હોય તો હું અને મારી પત્ની દુનિયામાં સૌથી ખુશ થઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.