મનોરંજન

ઘોડે બેસીને જાન લઈને પહોંચ્યો આદિત્ય નારાયણ, દુલ્હન બની નેહા કક્કડનો વિડિઓ આવ્યો સામે, તમે પણ જુઓ

ઇન્ડિયન આઇડલ સીઝન-11 આજકાલ ખુબ જ ચર્ચામાં રહેલી જોવા મળે છે, આ શોની જજ નેહા કક્કડ અને શોનો હોસ્ટ આદિત્ય નારાયણના રોજ એક નવા પ્રેમનો અનુભવ આ શોની અંદર થતો જોવા મળે છે, તો થોડા સમય પહેલા જ બંનેના લગ્ન માટેની વાતો પણ શરૂ થઈ હતી, આદિત્ય અને નેહાના પરિવાર જનોએ સાથે મળી અને લગ્નનું એલાન પણ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

વેલેન્ટાઈન ડેના દિવસે આદિત્ય અને નેહાના લગ્નની તારીખ હતી અને તારીખ પ્રમાણે જ આદિત્ય ઘોડા ઉપર બેસી અને લગ્ન મંડપમાં પહોંચ્યો ત્યાં નેહા પણ દુલ્હનના કપડામાં સજી અને તૈયાર બેઠી હતી. ત્યારે આ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Image Source

સોની ટીવી દ્વારા એક વિડિઓ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આદિત્ય નારાયણ ઘોડી ઉપર ચઢીને લગ્નના મંડપ સુધી પહોંચે છે, જો કે વિડીઓમાં આદિત્યનો ચહેરો નથી દેખાતો પરંતુ લગ્નના મંડપમાં પહોંચી અને તે નેહા સાથે “મહેંદી લગા કે રખના” ગીત પણ ગાય છે.

આદિત્ય અને નેહાના આ લગ્ન પ્રસંગમાં શોના બીજા જજ હિમેશ રેશમિયા પણ તેમની પત્ની સાથે હાજર રહ્યા હતા,  હિમેશની પત્ની વિડીઓમાં એમ પણ જણાવી રહી છે કે તે લોકો તો જાનમાં આવ્યા છે.

Image Source

આ લગ્ન કરાવવા માટે જ શોના સેટ ઉપર બ્રાહ્મણ પણ બોલાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા પણ કેટલાક વિધિના સૂચનો કરતા પણ આ વિડીઓમાં જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

નેહા અને આદિત્ય બંને આ લગ્નના પ્રસંગમાં ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે તો સ્ટેજ ઉપર રહેલા તમામ લોકો પણ આ લગ્ન પ્રસંગમાં પોતાની ખુશી નોંધાવી રહ્યા છે, અલગ અલગ કોમેન્ટ પાસ કરી અને આ લગ્નને એક અલગ જ લગ્ન બનાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

છેલ્લા ઘણા સમયથી દર્શકો 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસની રાહ જોઈ રહ્યા હતા, દર્શકોને ખરેખર જાણવું હતું કે આ લગ્ન માત્ર શોની ટીઆરપી માટે છે કે પછી ખરેખર આદિત્ય અને નેહા લગ્નના બંધનથી જોડાશે, પરંતુ આ બધો એક પબ્લિસિટી સ્ટન્ટ જ હતો, નેહા અને આદિત્ય શોની ટીઆરપી વધારવા માટે આ પ્રકારે લગ્ન કરતા હોવાનું નાટક કરી રહ્યા હતાં, અને તેઓ આ નાટકમાં શોની ટીઆરપી વધારવામાં અને દર્શકોને મનોરંજન કરાવવામાં સફળ પણ રહ્યા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.