મનોરંજન

વેલેન્ટાઈન વીકમાં નેહા કક્ક્ડ અને આદિત્ય નારાયણનું રોમેન્ટિક સોન્ગ થયું રિલીઝ, બંને જોવા મળ્યા રોમાન્સના મૂડમાં, તમે પણ જુઓ

ઇન્ડિયન આઇડલશોની જજ નેહા કક્કડ અને પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણની દીકરો આદિત્ય નારાયણ જે ઇન્ડિયન આઈડલમાં એન્કર તરીકે જોડાયેલો છે એ બંનેના પ્રેમની અને લગ્નની વાતો ખુબ જ ચર્ચામાં છે થોડા સમય પહેલા એમ પણ જાહેર થયું હતું કે નેહા આને આદિત્ય 14 ફેબ્રુઆરીના દિવસે જ લગ્ન કરશે, પરંતુ લગ્ન માટેની કોઈ તૈયારીઓના સમાચાર પણ હજુ નથી મળી રહ્યા.

Image Source

આ બધા વચ્ચે જ આદિત્યના પિતા ઉદિત નારાયણે આ લગ્ન માત્ર એક અફવા છે અને એ શોની ટીઆરપી માટેનો એક સ્ટન્ટ છે એવું નિવેદન આપતા પણ ઘણા ચાહકોને મોટું દુઃખ પહોંચ્યું છે, હવે વેલેન્ટાઈન ડેને માત્ર બે જ દિવસનો સમય બાકી છે ત્યારે સત્ય શું છે એ સામે આવી જ જવાનું છે.

Image Source

પરંતુ આ બધા વચ્ચે બીજા એક સમાચાર પણ આવ્યા છે, જેમાં ગોવા બીચ ઉપર એક ગીતમાં નેહા અને આદિત્ય ખુબ જ રોમાન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા. આ ગીત નેહા કક્કડના ભાઈ ટોની કક્ક્ડ દ્વારા ગાવામાં આવ્યું છે જે તેનું પહેલું આલ્બમ સોન્ગ છે. આ ગીતનું નામ “ગોવા બીચ” છે. જેમાં નેહા આને આદિત્યએ પરફોમન્સ આપ્યું છે.

Image Source

ટોની કક્કડના આ ગીતમાં આદિત્ય નારાયણ અને નેહા કક્ક્ડ સાથે કેટ ક્રિશ્ચન પણ જોવા મળે છે, “ગોવા બીચ”નું આ ગીત દર્શકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યું છે, નેહા અને આદિત્યના ફેન આ ગીતના વખાણ પણ કરી રહ્યા છે. આ ગીતમાં નેહા અને આદિત્યનો રોમાન્સ પણ જોઈ શકાય છે.

Image Source

ટોની કક્ક્ડ અને નેહા કક્ક્ડંનું આ ગીત 10 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાનું હતું પરંતુ કોઈ કારણો સાર આ ગીત 11 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું છે, જેના માટે નેહાએ ચાહકોની માફી પણ માંગી છે.

તમે પણ જુઓ આ ગીત:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.