એવું તો શું થયુ કે માતાને છોડી GF સાથે જતા રહ્યા રણબીર- જુઓ વિડીયો
બોલિવુડ દિવંગત અભિનેતા ઋષિ કપૂરના પત્ની અને અભિનેત્રી નીતૂ સિંહ બુધવારે દીકરા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જૂના બંગલા કૃષ્ણરાજમાં ચાલી રહેલા કન્સ્ટ્રકશન કામને જોવા માટે પહોંચ્યા હતા. તે ત્રણેયે થોડો સમય અહીં વિતાવ્યો હતો.
તમને જણાવી દઇએ કે, અહીં કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યુ છે તેથી ઘણીવાર નીતૂ સિંહ દેખરેખ માટે આવતા રહે છે. ખબરો અનુસાર રણબીર અને આલિયાના લગ્ન આગળના વર્ષે આ જ બંગલામાં થવાના છે. આ માટે અહીં કામ ઝડપથી કરવામાં આવી રહ્યુ છે.
આ બંગલાના કામની દેખરેખ કરવા માટે બોલિવુડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલા જ આવી ગયા હતા અને તે બાદ નીતૂ સિંહ તેમની ગાડીમાં પહોંચ્યા હતા. નીતૂ ઇચ્છે છે કે, કૃષ્ણરાજ પ્રોપર્ટીનું કામ જલ્દીથી પૂર્ણ થઇ જાય. તમને જણાવી દઇએ કે, નીતૂ બહુ જ આધ્યાત્મિક છે અને તે જ માટે તેઓ ગુરૂજી દ્વારા અપાયેલી સલાહનું પાલન કરવા ઇચ્છે છે. આ ઉપરાંત આ ઘર સાથે તેમના બાળકોની ઘણી યાદો જોડાયેલી છે.
નીતૂ સિંહે આ દરમિયાન સફેદ શર્ટ અને જીન્સમાં જોવા મળયા હતા અને ત્યાંજ આવિયા સફેદ શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી હતી. રણબીરે ટી શર્ટ અને જીન્સ પહેર્યું હતું. નીતૂ ઇચ્છે છે કે, પહેલી પૂજા આ ઘરમાં જ સંપન્ન થાય. કપૂર્સે બંગલાની જગ્યાએ 15 માળની બિલ્ડિંગ બનાવવાનો નિરણય કર્યો છે. તેમણે બીએમસી પાસેથી બંગલાની જગ્યાએ બિલ્ડિંગ બનાવવાની અનુમતિ પણ માંગી છે.
રણબીર અને આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેઓ સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.