આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નનું કાઉન્ટડાઉન થયુ શરૂ, નીતૂ કપૂર અને રિદ્ધિમા સહિત કરીના-સૈફ અને કરણ જોહર પહોંચ્યા લગ્નના સ્થળ પર

આખરે એ ઘડી આવી જ ગઇ જયારે બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને કાયમ માટે એક થવા જઈ રહ્યા છે. બંને આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ગઈકાલે આલિયા અને રણબીરની મહેંદી અને સંગીતમાં કપૂર પરિવારથી લઈને ભટ્ટ પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. ત્યાં હવે આજે બંનેના લગ્ન માટે એટલે કે ફેરા સેરેમની માટે પરિવારના સભ્યો વેડિંગ વેન્યુ પર પહોંચ્યા છે. નીતૂ કપૂર, રિદ્ધિમા કપૂર અને નાતિન સમારા સાથે રોયલ વેડિંગ લુકમાં જોવા મળી હતી.

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર પણ લગ્નમાં આકર્ષક આઉટફિટમાં જોવા મળી હતી. આ દરમિયાન રિદ્ધિમા હેવી ગોલ્ડન લહેંગામાં વેડિંગ વેન્યુ પર જોવા મળી હતી. આ ઉપરાંત, તેની પુત્રી ગુલાબી રંગના ફ્રોકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન, રણબીરની માતા નીતુ કપૂરનો લગ્નનો લુક સામે આવ્યો છે, જેમાં તે મલ્ટી કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન અને બહેન શાહીન પણ લગ્નમાં પહોંચતા જોવા મળ્યા હતા. આ દરમિયાન શાહીન પિંક કલરના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રીપોર્ટ્સ અનુસાર, 2.30 વાગ્યા બાદ રણબીર-આલિયાના લગ્નની વિધિ શરૂ થશે. લગ્નમાં માત્રને માત્ર ભટ્ટ તથા કપૂર પરિવારના સભ્યો જ હાજર રહેશે. લગ્નના તમામ નિર્ણયો મોટાભાગે રણબીર કપૂરે જ લીધા છે.

રણબીરને વધુ પડતી ધામધૂમ પસંદ નથી અને તેની પસંદ-નાપસંદને ધ્યાનમાં લઈને લગ્નના નિર્ણયો લેવામાં આવ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના રોયલ વેડિંગમાં હાજરી આપવા માટે સેલેબ્સ આવવા લાગ્યા છે. આ બહુપ્રતિક્ષિત લગ્નમાં હાજરી આપવા માટે પરિવારના સભ્યો, નજીકના સંબંધીઓ અને બોલિવૂડ સાથે સંકળાયેલા ખૂબ જ નજીકના લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ લગ્નમાં હાજરી આપવા માટે કરણ જોહર પિંક કલરનો કુર્તો પહેરીને પહોંચ્યો હતો.

ભાઈ રણબીર કપૂરના લગ્નમાં કરીના કપૂર પિંક સાડીમાં ઘરની બહાર જોવા મળી હતી. પિંક બ્લશ સાડી પહેરેલી કરીના આ દરમિયાન ખૂબ જ સુંદર લાગી રહી હતી. તો બીજી તરફ સૈફ પણ તેની પત્નીના ભાઈને ઘોડી પર ચડતા જોવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા. કરીના કપૂર ખાન સાથે ટ્યુનિંગ કરતી વખતે, સૈફે ગુલાબી રંગનો સફેદ કુર્તા પાયજામા પહેર્યો હતો. તેમજ સફેદ નેહરુ જેકેટમાં તેનો લુક સ્ટ્રોંગ લાગી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 13 એપ્રિલ એટલે કે ગઇકાલના રોજ આલિયા અને રણબીરની મહેંદી સેરેમની યોજાઇ હતી. નીતુ સિંહ તથા રિદ્ધિમાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રણબીર તથા આલિયાના લગ્ન 14 એપ્રિલના રોજ છે. આ લગ્ન વાસ્તુમાં જ થવાના છે.આલિયા રણબીરની મહેંદી સેરેમનીમાં દુલ્હાની માતા નીતુ કપુૂર, બહેન રિદ્ધિમા જીજાજી ભરત અને ભાણી સમારા હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

આ ઉપરાંત દુલ્હાની બહેનો કરીના કપૂર, કરિશ્મા કપૂર, દુલ્હાની ફોઇ રીમા જૈન, ભાઇ અરમાન અને ભાભી અનીસા જૈન સહિત ભટ્ટ પરિવારમાંથી મહેશ ભટ્ટ-પૂજા ભટ્ટ તથા રાહુલ ભટ્ટ, કરન જોહર, આર્યન મુખર્જી જોવા મળ્યાં હતાં.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પંજાબી રીતિ-રિવાજ પ્રમાણે થનારા લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. તેમના લગ્નને સુપર સિક્રેટ રાખવા માટે, બંને કલાકારો અને તેમના પરિવારો દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, રણબીર અને આલિયાના લગ્નની ઝલક જોવા માટે ચાહકોએ થોડી રાહ જોવી પડશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના વેડિંગ વેન્યુ વાસ્તુને સજાવવા માટે ક્રાયસન્થેમમ્સ અને સફેદ ફૂલો બેંગ્લોરથી લાવવામાં આવ્યા છે.

કપૂર ખાનદાનમાં હવેથી એક સુંદર વ્યક્તિની એન્ટ્રી થઇ ગઈ છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફાઈનલી હવે શ્રીમતી રણબીર કપૂર બની ગઈ છે. આજે પરિવાર તથા દોસ્તોની હાજરીમાં ‘વાસ્તુ’માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આજીવન સાથે જીવવાના કોલ લીધા હતા અને અગ્નીની સાક્ષીએ તેઓ લગ્નના બંધનમાં બંધાયા હતા.

બોલીવૂડનું આ ક્યૂટ કપલ હમેંશને માટે એકબીજાનું થઈ ગયું. રણબીર-આલિયાને ચાહકો અને સેલેબ્સ નવી જિંદગીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ સાથે જ નવદંપતી કપલનો પહેલો ફોટો પણ સામે આવ્યો છે. થોડા સમય પહેલા બંને કપલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ એક ટેરેસમાં ફોટોશૂટ કરાવી રહ્યું છે.

વીડિયોમાં રણબીર આલિયાને કીસ કરતો નજરે ચડે છે. રણધીર કપૂરે એમ પણ કહ્યું હતું કે બંનેના લગ્ન સમગ્ર કપૂર પરિવાર માટે ઘણી ભાવનાત્મક ક્ષણ છે. આજે બધા ઋષિ કપૂરને ખૂબ જ મિસ કરી રહ્યા છે. પોતાના પુત્રના લગ્ન થાય તે જોવાની ઋષિ કપૂરની ઇચ્છા હતી. પરંતુ શું કહેવું,ક્યારેય આપણું ધાર્યું નથી થતું.

લગ્નની વિધિ પછી સેલિબ્રિટી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ‘વાસ્તુ’ ના ટેરેસ પર આવ્યા. આ સમયે બંને ફોટોશૂટ કરતાં જોવા મળ્યા. રણબીર આલિયાને છત પર જોતાં જ કેટલાક દિવસોથી વેન્યૂની બહાર હાજર મીડિયા અને પૈપરાજીને પણ તેમની તસવીરો ક્લિક કરી લીધી. એવામાં હવે લગ્ન બાદ રણબીર-આલિયાની આ સૌથી પહેલી ઝલક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

બૉલીવુડ સેલિબ્રિટીના આ લગ્નમાં કપૂરને ભટ્ટ પરિવારે ભાગ લીધો હતો. રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર અને માતા નીતૂ કપૂરના લુકની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. નીતૂ કપૂરના લુકની વાત કરીએ તો તેમણે મલ્ટી કલરનો લેંઘો પહેર્યો છે તો બીજી તરફ રિદ્ધિમાએ ગોલ્ડન કલરના આઉટફિટ કૈરી કર્યા છે. માતા-પુત્રીની જોડી સાથે એકદમ સુંદર લાગી રહી છે.

દોસ્તો તમને જણાવી દઈએ કે, મેરેજની આ પહેલી તસવીરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir kapoor Alia bhatt Wedding first photo) ખૂબ જ ગોર્જીયસ દેખાઈ રહ્યાં છે. આ ભવ્ય લગ્નમાં એકસાથે જોઈને ચાહકો દંગ રહી ગયા છે. બંનેના લગ્નની તસવીર હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે અને ચાહકોએ સોશિયલ મીડિયા પર બંનેને ઘણી બધી શુભેચ્છાઓ આપવાનું શરૂ કરી દીધું છે. આલિયા કપૂરે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી આ તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા, કારણ કે દુલ્હા નહોતો ઈચ્છતો કે તેના લગ્ન વધુ લાઇમલાઇટમાં આવે. કપલના મેરેજની ચર્ચા લાંબા સમયથી મીડિયામાં ચાલી રહી હતી, પણ કોઈએ તેને સત્તાવાર જાહેર કર્યું નથી. આ પહેલા રણબીર-આલિયાના લગ્નમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ હાજરી આપતા જોવા મળ્યા હતા, જેમાં સૈફ અલી ખાન, કરીના કપૂર, કરિશ્મા કપૂર, કરણ જોહરનું નામ મુખ્યત્વે સામેલ હતું.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina