નીતૂ કપૂરે બનાવી લીધો નવો નવો ફ્રેન્ડ, જુઓ
કોરોનાથી રિકવર થયા બાદ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર માલદીવ્સમાં તેમનું વેકેશન મનાવવા ગયા હતા. બંનેએ ત્યાં ક્વોલિટી સમય વીતાવ્યો હતો. એવામાં રણબીર કપૂરની માતા નીતૂ કપૂર ઘરે એકલા હતા અને આ દરમિયાન તેમણે એક નવો મિત્ર બનાવ્યો અને આ મિત્રતાની શરૂઆત આંખ મારીને થઇ હતી.
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની પત્ની અને અભિનેત્રી નીતૂ કપૂરે શનિવારે તેમના એક નવા મિત્રની તસવીર શેર કરી છે. નીતૂકપૂર આલિયા અને રણબીરના ના હોવા પર તેના પેટ્સનું ધ્યાન રાખી રહી હતી.
એવામાં નીતૂએ તેમના નવા મિત્ર “એડવર્ડ” વિશે લોકોને જણાવ્યુ. એડવર્ડ આલિયા ભટ્ટનો પાલતુ બિલાડો છે. જેનું ધ્યાન નીતૂ કપૂર રાખી રહી હતી. નીતૂ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેઓ ફિલ્મ “જુગ જુગ જીયો”માં જોવા મળશે.
તસવીર શેર કરતા નીતૂ કપૂરે કેપ્શનમાં લખ્યુ છે કે, મારો નવો મિત્ર એડવર્ડ, અમારી મિત્રતાની શરૂઆત આંખ મારવાથી થઇ. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ નીતૂ કપૂર અને ઋષિ કપૂરના દીકરા રણબીર કપૂરને ડેટ કરી રહી છે.
આલિયા અને રણબીર થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેઓ કોરોનાથી રિકવર થયા બાદ સાથે ક્વોલિટી સમય વિતાવવાા માલદીવ્સ પણ ગયા હતા.
તમને જણાવી દઇએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જઇ રહ્યા હતા ત્યારે તેમને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા અને બંને વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા. આલિયાએ વ્હાઇટ જેકેટ અને પેન્ટ પહેર્યુ હતુ. જયારે રણબીરે વ્હાઇટ ટી શર્ટ અને બ્લુ જીન્સ પહેરી હતી.
આલિયા અને રણબીરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે બંને સાથે ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”માં જોવા મળશે. આ ફિલ્મમાં બંનેની જોડી પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે. આલિયા આ ઉપરાંત “ગંગુબાઇ કાઠિયાવાડી” અને “RRR”માં જોવા મળશે.
રણબીરની વાત કરીએ તો તે શ્રદ્ધા કપૂર સાથે એક ફિલ્મ કરવાના છે. જેના નામનો હજી ખુલાસો થયો નથી. તેમજ તે “શમશેરા”માં પણ જોવા મળશે.