બોલીવુડને ઋષિ કપૂરના નિધન બાદ એક મોટી ઝાટકો પડ્યો છે, બે દિવસમાં બોલીવડુના બે દિગ્ગજ અભિનેતાઓના નિધને બૉલીવુડ સાથે આખા દેશને શોકમાં મૂકી દીધો હતો. ઋષિ કપૂર બોલીવુડનું એક ખૂબવ જ મોટું નામ હતું, હજુ પણ તેમના ચાહકો ઊંડા દુઃખમાં છે ત્યારે તેમના પરિવારમાં પણ આ ક્ષણે દુઃખ વ્યાપેલું છે.
View this post on Instagram
ઋષિ કપૂરના નિધન બાદ તેમની પત્ની નીતુએ સોશિયલ મીડિયામાં એક ભાવુક પોસ્ટ કરી છે, જેમાં ઋષિ કપૂરના હસતા ચહેરા વાળો ફોટો પોસ્ટ કર્યો છે. પરંતુ નીતુએ આ પોસ્ટની અંદર જે શબ્દો મૂક્યા છે તે ખરેખર આંખોને ભીની કરી દે તે પ્રકારના છે.
View this post on Instagram
ઋષિ કપૂરના ડોકટરનું કહેવું છે કે તે છેલ્લા સમય સુધી સૌને મનોરંજન પૂરું પડતા રહ્યા, તેમના ઓળખીતા લોકોનું પણ કહેવું છે કે તેમના ચહેરા ઉપર હંમેશા હાસ્ય રમતું રહેતું હતું, તે ખાવા પીવાના ખુબ જ શોખીન હતા, તેમની પત્ની નીતુ પણ તેમને ખુબ જ પ્રેમ કરતી હતી અને દરેક પરિસ્થિતિમાં તેમની સાથે હંમેશા ઉભી રહી હતી. અને એટલે જ તેમના માટે પોસ્ટ કરતા નીતુએ લખ્યું છે “હવે આ વાર્તાનો અંત થયો.” સાથે નીતુએ બે દિલના ઈમોજી પણ લખાણ સાથે મૂક્યા છે.
View this post on Instagram
આ પહેલા પણ ઋષિ કપૂરનું જયારે 30 એપ્રિલે નિધન થયું હતું ત્યારે પણ નીતુએ ભાવુક પોસ્ટ કરતા લખ્યું હતું કે: “તે દુનિયાભરના પોતાના ચાહકોના વરસતા પ્રેમને લઈને ખુબ જ આભારી રહ્યા, તેમના નિધન પછી બધા ચાહકો આ વાતને સમજે કે તેમને ચહેરા ઉપર એક હાસ્ય સાથે યાદ કરવામાં આવે. ના આંસુઓ સાથે”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.