રિશી કપૂરના 5 મહિના પછી પત્ની નીતુ કપૂર ડાન્સ કરતા જોવા મળી, રણબીર આલિયાના લગ્ન થઇ રહ્યા છે? જુઓ વિડીયો
ફિલ્મી સીતારાઓના અફેરની ખબર આવતી રહે છે. છેલ્લા કેટલાય સમયથી અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ખબરો સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે. ઘણી જગ્યાએ તે બંને સાથે પણ જોવા મળ્યા છે. થોડા સમય પહેલા તેમના લગ્નની ચર્ચા પણ ચાલી હતી, પરંતુ અભિનેતા ઋષિ કપૂરના નિધન અને કોરોના લોકડાઉનના બાદ આ ચર્ચાઓ બંધ થઇ હતી. પરંતુ હવે નીતુ કપૂરના એક ડાન્સ દ્વારા ફરી આલિયા અને રણબીર લગ્ન કરી રહ્યા છે તેની ચર્ચાઓ ચાલવા લાગી છે.

નીતુ કપૂર પોતાના બાળકોની એકદમ નજીક રહેતી જોવા મળે છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તે તસવીરો પણ શેર કરતી રહે છે. નીતુ મોટાભાગે પોતાની દીકરી રીધ્ધીમા અને દીકરા રણબીર સાથેની તસવીરો શેર કરે છે.

હવે નીતુ કપૂરનો એક વિડીયો સામે આવ્યો જે સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નીતુનો આ વિડીયો જાણીતા કોરિયોગ્રાફર રાજેન્દ્ર સિંહે શેર કર્યો છે. જે માસ્ટરજીના નામે જાણીતા છે.

આ વિડીયોમાં નીતુ રણબીરની ફિલ્મ “યે જવાની હે દીવાની”ના પ્રખ્યાત ગીત “ઘાઘરા” ઉપર ડાન્સ કરતી જોવા મળી રહી છે.આ વીડિયોમાં તેને ભૂરા રંગનું શર્ટ અને બ્લુ ડેનિમ પહેર્યું છે. અને આ ગીત ઉપર શાનદાર ડાન્સ પણ કરી રહી છે.
View this post on Instagram
આ વિડીયો ચાહકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે. આ વિડીયો ઉપર ઘણા લોકો કોમેન્ટ કરીને અભિનેત્રીની પ્રસંશા પણ કરી રહ્યા છે. સાથે જ વિડીયોમાં કોમેન્ટ કરીને ઘણા ચાહકો પૂછે છે કે “શું પોતાના દીકરા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન માટે ડાન્સની તૈયારી કરી રહી છે?”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.