અંબાણી પરિવારના અંગને યોજાયેલા સગાઈના ભવ્ય સમારંભમાં સજી ઘજીને પહોંચી નીતુ કપૂર, રણવીર અને આલિયા ના આવ્યા નજર… જુઓ તસવીરો

સૌથી સુંદર બનીને પહોંચી નીતુ કપૂર, ક્યાંય ના દેખાયા રાહ કપૂરના મમ્મી પપ્પા

ગઈકાલે મુકેશ અંબાણીના આલીશાન હાઉસ એન્ટિલિયામાં તેમના દીકરા અનંત અંબાણી અને ખ્યાતનામ બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટની ધમધુમથી સગાઈ યોજાઈ હતી, આ સગાઈમાં ઘણા બધા બૉલીવુડ સેલેબ્સ તેમજ મોટી મોટી હસ્તીઓનો જમાવડો પણ જોવા મળ્યો હતો. આ પ્રસંગની ઘણી બધી તસવીરો અને વિડીયો પણ સામે આવ્યા છે જેમાં પરિવાર સાથે આ સમારંભમાં પહોંચેલા મહેમાનોની ખુશી પણ જોઈ શકાય છે.

સગાઈના આ ભવ્ય સમારંભમાં જ્યાં એક પછી એક સેલેબ્સ કેમેરામાં કેદ થઇ રહ્યા હતા ત્યારે આ દરમિયાન રણબીર કપૂરની માતા અને આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂર પણ કેમેરામાં કેદ થઈ હતી. આ ખાસ અવસર પર નીતુ કપૂર બ્લુ કલરના સૂટમાં આવતા જ તેના લુકને જોઈને બધા તેની સામે જ જોતા રહી ગયા. તસવીરોમાં નીતુ કપૂર એટલી સુંદર દેખાઈ રહી છે કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે.

નીતુ કપૂર અનંત અંબાણી અને રાધિકાની સગાઈની પાર્ટીમાં બ્લુ સૂટ પહેરીને પહોંચી હતી. આ સૂટ પર સિલ્વર કલરનું વર્ક કરવામાં આવ્યું છે. નીતુ કપૂરે આ સૂટ સાથે બીન રંગની હેન્ડબેગ લીધી હતી અને સિલ્વર રંગની ચોકર પહેરેલી જોવા મળી હતી.

નીતુ કપૂરના આ લુકને તેના સિલ્વર કલરના ચોકર અને મોટી ઈયરિંગ્સ ગ્લેમરસ લુક આપી રહી હતી. આ સાથે, ખુલ્લા વાળ અને મિનિમમ મેક-અપમાં, તે આજની હસીનાઓ પર પણ ભારે પડતી જોવા મળતી હતી. આ પ્રસંગે અભિનેત્રી પેપરાજીની સામે આવતાની સાથે જ તેણે શાનદાર પોઝ આપ્યો અને હાથ જોડીને બધાનો આભાર માન્યો.

આ અવસર પર જ્યાં નીતુ કપૂર તેના લુકથી સભાને ધૂમ મચાવતી જોવા મળી હતી, ત્યાં તેનો દીકરો અને વહુ ક્યાંય જોવા મળ્યા ન હતા. જોકે, અગાઉ જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની રોકા સેરેમની પાર્ટી યોજાઈ હતી ત્યારે આલિયા ભટ્ટ પતિ અને અભિનેતા રણબીર કપૂર સાથે પહોંચી હતી.

Niraj Patel