મનોરંજન

કપૂર પરિવાર સાથે નીતુ કપૂરની બર્થ ડે ડિનર, કરીના-કરિશ્મા-આલિયાએ સાથે આપ્યા હોટ પોઝ

આ શું પહેર્યું કરીના ખાને?? કાકીના જન્મ દિવસ ઉપર કરીના હોટ કપડાંમાં થઇ ગઈ હાઈલાઈટ, જુઓ PHOTOS

દિવગંત અભિનેતા ઋષિ કપૂરની પત્ની અભિનેત્રી નીતુ કપૂરે હાલ પોતાનો 62મોં જન્મ દિવસ મનાવ્યો. ગયા વર્ષે ઋષિ કપૂરના નિધનના કારણે તેને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો નહોતો. તો આ જન્મ દિવસની ઉજવણીમાં આખો કપૂર પરિવાર સામેલ થયેલો જોવા મળ્યો.

નીતુ કપૂરના જન્મ દિવસે તેમના દીકરા રણબીર કપૂરની પ્રેમિકા આલિયા ભટ્ટ પણ નજર આવી હતી, નીતુ કપૂરના આ જન્મ દિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

નીતુ કપૂરે બુધવારની રાત્રે આખા કપૂર પરિવાર સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન બચ્ચા પાર્ટીથી લઈને મોટા લોકો પણ સામેલ થયા હતા. અભિનેતા રણધીર કપૂર પણ આ પાર્ટીમાં નજર આવ્યા હતા.

આખો કપૂર પરિવાર એક સાથે નીતુનો જન્મ દિવસ ઉજવવા આવ્યો હતો. આ દરમિયાન અભિનેત્રી અને બોલીવુડની બેબો કરીના કપૂર અને તેની બહેન કરિશ્મા કપૂર પણ સાથે નજર આવ્યા હતા.

નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂરે સોશિયલ મીડિયા ઉપર નીતુના જન્મ દિવસની ઉજવણીની તસવીરો શેર કરી છે. જે ખુબ જ વાયરલ થઇ રહી છે. તસ્વીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ પરિવાર એક બીજા સાથે કેટલી મસ્તી કરી રહ્યો છે.

પાર્ટીની અંદર કરીના, કરિશ્મા ઉપરાંત આલિયા ભટ્ટ પણ પોતાની માતા સોની રાજદાન અને બહેન શાહીન ભટ્ટ સાથે પહોંચી હતી અને આ દરમિયાન તેમને ઘણી તસવીરો પણ ખેંચાવી અને સાથે મસ્તી પણ કરી.