મનોરંજન

કપૂર પરિવારમાં આવ્યું નાનું મહેમાન, નીતુએ શેર કરીને જણાવ્યું નામ

બૉલીવુડ એક્ટ્રેસ નીતુ કપુર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ઋષિ કપૂરના નિધનને 1 મહિના કરતા પણ વધુ સમય વીતી ગયો છે. ત્યારે હાલમાં જ તેના ઘરમાં એક નાનકડા મહેમાનનું આગમન થયું છે. આ માહિતી નીતુ કપૂરે સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરીને આપી છે.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

નીતૂએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર છે, જેમાં તેઓ એક ક્યૂટ ડોગીને ગળે લગાડતીજોવા મળી રહ્યા છે. નીતૂએ તસવીર શેર કરીને લખ્યું છે કે, તેમણે ડોગીનું નામ ડૂડલ રાખ્યું છે. નીતૂની દીકરી રિદ્ધિમા કપૂરે તેમના માટે આ ડોગીને નીતુ કપૂર માટે મોકલ્યું છે. આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ફેન્સને આ તસવીર ખૂબ પસંદ આવી રહી છે.

જણાવી દઈએ કે, ઋષિ કપૂરના નિધનને 1 મહિનાથી વધારે સમય થઈ ગયો છે. હાલમાં જ નીતૂ કપૂરે પતિ સાથેની જૂની તસવીર શેર કરી હતી અને એક ગીતની લાઈન લખી હતી કે, ‘તમે મને અલવિદા કહી ચૂક્યા છો. તો હવે મને શુભકામના આપો. હું મારા જીવનમાં આગળ વધી રહી છું. ખુશીની સાથે, આંસુ સાથે નહીં. મને સ્મિત આપો, જેને હું મારી સાથે રાખી શકું, મારા દિલમાં’.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on